ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે ભારત, જાણો 10 મોટી વાતો
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે ભારત, જાણો 10 મોટી વાતો
અમદાવાદઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પહેલી ભારત યાત્રા પર આજે અમદાવાદ પહોંચશે. પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનેર પણ ટ્રમ્પ સાથે હશે. જેરેડ અમેરિકી પ્રેસિડેન્ટના વરિષ્ઠ સલાહકાર પણ છે. ટ્રમ્પ પરિવાર બે દિવસીય યાત્રા પર ભારત આવી રહ્યા છે. તેમના પ્રવાસને લઈ અમદાવાદથી લઈ આગરા અને દિલ્હી સુધી જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. પોતાની આ યાત્રા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ જશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક રોડ શો કરશે. મોટેરા સ્ટેડિયમમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેરિકી પ્રેસિડેન્ટ અને પીએમ મોદી લગભગ એક લાખ લોકોને સંયુક્ત રૂપે સંબોધિત કરશે.
અહીં જાણો અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની 10 મોટી વાતો

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત
અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે તાજમહેલ જોવા માટે આગરા જશે. ટ્રમ્પ સાથે તેમની દીકરી ઈવાંકા, જમાઈ જેરેડ કુશનેર અને તેમના પ્રશાસનના શીર્ષ અધિકારી પણ હશ. ટ્રમ્પને તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ભારતની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે.

ટ્રમ્પની ભારત મુલાકાત
અમદાવાદમાં 'ઈન્ડિયા રોડ શો'ના 22 કિલોમીટરના માર્ગની બંને તરફ બનેલ સ્ટેજ પર દેશના વિવિધ ભાગમાંથી એવલ નૃત્ય સમૂહ અને ગાયક પ્રસ્તુતી આપશે. ટ્રમ્પની યાત્રા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શોના માર્ગમાં રસ્તાના બંને કાંઠે નેતાઓના વિશાળ હોર્ડિંગ અને ગુજરાતમાં ઐતિહાસિક સ્થળોએ પણ પ્રતિકૃતિઓ લગાવવામાં આવી છે. રોડ શોના માર્ગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે અને તેઓ બંને નેતાઓનું સ્વાગત કરશે.

ટ્રમ્પની ભારત મુલાકાત
દસ હજારથી વધુ પોલીસકર્મીઓ, યૂએસ સીક્રેટ સર્વિસ તથા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને એસપીજી કર્મીઓને આ હાઈ પ્રોફાઈલ યાત્રા માટે તહેનાત કરવામાં આવ્યા છે. મોદીએ ટ્વીટ કર્યું, 'અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતને લઈ ભારત ઉત્સુક છે. તેઓ અમારી સાથે હશે તે એક સન્માનની વાત ચે અને અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમથી તેમની યાત્રાની શરૂઆત થશે.'

ટ્રમ્પની ભારત મુલાકાત
ટ્રમ્પ દેશની યાત્રા કરનાર અમેરિકાના સાતમા પ્રેસિડેન્ટ છે. ટ્રમ્પે પણ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ભારતમાં પોતાના સારા મિત્રો સાથે રહેવાને લઈ ઉત્સુક છે. તેમણે એક વીડિયો રી-ટ્વીટ કર્યો હતો જેમાં તેમનો ચહેરો ભારતીય ફિલ્મના પાત્ર બાહુબલી પર લગાવવામાં આવ્યો છે અને તેમને એક મહાન રક્ષક તરીકે દેખાડવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી ટ્રમ્પ સાથે સાબરમતી આશ્રમ જશે.

ટ્રમ્પની ભારત મુલાકાત
મહાત્મા ગાંધી ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન 1917-1930 સુધી સાબરમતી આશ્રમમાં જ રહ્યા હતા. હાલના વર્ષોમા ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ અને જાપાનના પીએમ શિંજો આબે સહિત વિશ્વના કેટલાય નેતાઓ સાબરમતી આશ્રમ ગયા છે. આશ્રમના સચિવ અમૃત મોદીએ કહ્યું કે ટ્રમ્પ ત્યાં 15 મિનિટ રોકાશે. આશ્રમના એક અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પ હ્રદય કુંજ પણ જશે. જો તેઓ ઈચ્છે તો ચરખો પણ ચલાવી શકે છે. અમે તેમને એક કૉફી ટેબલ બુક અને ગાંધીની 150 ઉદ્ધરણોવાળી એક પુસ્તક ભેટ કરશું.

ટ્રમ્પની ભારત મુલાકાત
હ્રદય કુંજ આશ્રમ પરિસર સ્થિત એક રૂમ છે, જ્યાં મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તૂરબા ગાંધી 1918થી 1930 સુધી રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે અમેરિકી પ્રેસિડેન્ટને ગાંધીજી અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ચરખાના મહત્વ વિશે જણાવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન ટ્રમ્પ અને મોદી સભા સંબોધિત કરશે.

ટ્રમ્પની ભારત મુલાકાત
બૉલીવુડ સિંગર કૈલાશ ખેર અને પાર્થિવ ગોહિલ તથા કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાઈરામ દવે જેવા ગુજરાતી લોક ગાયક સ્ટેડિયમમાં પ્રસ્તુતિઓ આપશે. એક અધિકારીએ કહ્યું કે વિવિધ સરકારી અને ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓ કેટલાય દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રમુખ સ્થાનોએ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે જેના પર વિવિધ નારા લખ્યા છે.

ટ્રમ્પની ભારત મુલાકાત
હોર્ડિંગ્સ પર ટ્રમ્પ અને મોદીની તસવીરો પણ છે. આ તસવીરો પાછલા વર્ષે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાનની છે, જેમાં બંને નેતા હાથ પકડીને ચાલતાં ભીડ તરફ હાથ હલાવતા જોવા મળી રહ્યા છે. શહેરના નગર નિગમ રોડ શોને ગણમાન્ય વ્યક્તિઓ સાથે જ ગુજરાતના લોકો માટે યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. અમદાવાદના નગર કમિશનર વિજય નેહરાએ રવિવારે એક ટ્વીટમાં કહ્યું, 'નમસ્તે અમદાવાદ, આવો 22 કિમી લાંબા મેગા ઈન્ડિયા રોડ શોનો ભાગ બનો. દુનિયા સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ. નમસ્તે ટ્રમ્પ.'

ટ્રમ્પની ભારત મુલાકાત
સપ્ટેમ્બર 2019માં પીએમ મોદીની અમેરિકા યાત્રા દરમિયાન હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદથી બંને નેતાઓ વચ્ચે સંબંધ વધુ ગાઢ થયા છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. આ યાત્રા માટે મેં લાંબા સમય પહેલા જ પ્રતિબદ્ધતા જતાવી હતી. હું એક મોટી રેલીને સંબોધિત કરીશ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
