ભારત કાળાનાણાંની યાદીમાં ત્રીજા ક્રમે, 10 વર્ષમાં 440 અરબ ડોલર બહાર ગયાં
વોશિંગ્ટન, 17 ડિસેમ્બર: વિદેશમાં સંદિગ્ધ રીતે જમા કાળુનાણું પરત લાવવાના ભારતના પ્રયત્નો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાએ કહ્યું કે દેશમાંથી 10 વર્ષમાં લગભગ 440 અરબ ડોલર ગેરકાનૂની કાણું બહાર લઇ જવામાં આવ્યું. રિપોર્ટ અનુસાર દેશમાંથી 2012માં જ અંદાજે 94.76 અરબ ડોલર (છ લાખ કરોડ રૂપિયા)ની ગેરકાનૂની સંપત્તિ બહાર ગઇ અને આ મુદ્દે આ ચીન અને રશિયા બાદ ત્રીજા નંબર છે.
ગ્લોબલ ફિનાંશન ઇંટેગ્રિટી (જીએફઆઇ) દ્વારા રજૂ કરવામાં આવેલા તાજા અનુમાન અનુસાર ભારતમાંથી 2003 થી 2012ની અવધિમાં કુલ 439.59 અરબ ડોલર (28 લાખ કરોડ રૂપિયા)ની રકમ બહાર ગઇ. ચીનમાંથી 2012માં 249.57 અરબ ડોલર અને રશિયામાંથી 122.86 અરબ ડોલરની ગેરકાનૂની રકમ દેશમાંથી બહાર ગઇ. રિપોર્ટમાં 2012 સુધીનું આંકલન કરવામાં આવ્યું છે.
વોશિંગ્ટનના સંસ્થાએ કહ્યું કે 2012 દરમિયાન બધા વિકાસશીલ અને વિકસતા દેશો પાસે ક્રાઇમ, ભ્રષ્ટાચાર અને કરચોરીનું કુલ 991.2 અરબ ડોલર ધન બહાર મોકલવામાં આવ્યું. તેમાંથી ભારતમાંથી મોકલવામાં આવેલા આ પ્રકારના ધનનો ભાગ લગભગ 10 ટકા રહ્યો. ગેરકાનૂની નાણાંકીય પ્રવાહ પર જીએફઆઇના આ રિપોર્ટના અનુસાર વિકાસશીલ દેશોમાંથી 2003 થી 2012ના 10 વર્ષ દરમિયાન 6,600 અરબ ડોલરની રકમ બહાર મોકલવામાં આવી.
તેમાં 439.50 અરબ ડોલરનું કાળુનાણું પણ સામેલ રહ્યું જે આ 10 વર્ષોમાં ભારતમાંથી બહાર ગયું. રિપોર્ટ અનુસાર ગત એક દાયકામાં કાળુનાણું બહાર જવાના પ્રમાણે ભારત ચોથા ક્રમ પર છે. 2003-2012 દરમિયાન આ પ્રક્રારનું સૌથી વધુ 1,250 અરબ ડોલરનું કાળુનાણું ચીનમાંથી બહાર ગયું. ત્યારબાદ રશિયા (937.86 અરબ ડોલર) અને મેક્સિકો (514.26 અરબ ડોલર)નું સ્થાન રહ્યું.
જીએફઆઇએ કહ્યું કે આ 10 વર્ષોમાં દર વર્ષે ભારતમાંથી સરેરાશ 43.96 અરબ ડોલરનું કાળુનાણું બહાર ગયું. કાળાનાણાંની આ વિશાળ રકમના આંકલન થયાના થોડા દિવસો પહેલાં ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ ટીમે વૈશ્વિક બેંક એચએસબીસીની જિનીવા શાખામાં સંદિગ્ધ ખાતા ધરાવતા કેટલાક ભારતીય નામોની એક યાદીના લોકોના ખાતામાં 4,479 કરોડ રૂપિયા જમા હોવાનું શોધી કાઢ્યું છે. આ ઉપરાંત એસઆઇટીએ કહ્યું કે ભારતની અંદર પણ 14,958 કરોડ રૂપિયા રૂપિયાના કાળાનાણાંની તપાસ ઇડી અને ઇન્કમ ટેક્સ વિભાગ કરી રહ્યું છે.

રિસર્ચમાં જાણવા મળ્યું કે 2003-2012માં ગેરકાનૂની નાણાનો પ્રવાહ મુદ્રાસ્ફ્રીતિને સમાયોજિત કર્યા બાદ 9.4 પ્રતિ વર્ષની દરે વધ્યું. જો કે આ દરમિયાન પશ્વિમ એશિયા તથા ઉત્તરી આફ્રિકા (મેના) અને ઉપ-સહારા આફ્રિકાથી કાળાનાણાંનો પ્રવાહ વર્ષે સરેરાશ ક્રમશ: 24.2 અને 13.2 ટકાના દરે વધી રહ્યો છે.
જીએફના અધ્યક્ષ રેમંડ બેકરે કહ્યું 'જેવું રિપોર્ટમાં જાહેર થાય છે, વિકાસશીલ અને વિકસતી અર્થવ્યવસ્થાઓની સામે ગેરકાનૂની નાણાંકીય પ્રવાહ સૌથી ખતરનાક આર્થિક સમસ્યા છે.'' તેમણે કહ્યું 'કાળાનાણાંનો પ્રવાહ આ દેશોમાં આવનાર કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને આધિકારીક વિકાસ સહાયતાની કુલ રકમથી વધુ છે. વિશ્વની ગરીબ અને મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓથી વાર્ષિક સરેરાશ 1,000 અરબ ડોલર બહાર (ગેરકાનૂની રીતે) નિકળી રહ્યો છે.' બેકરે કહ્યું કે જો કે સમસ્યા એ છે કે કાળુનાણું દેશમાંથી બહાર જવાની ગતિ વધી રહી છે જે વૈશ્વિક વૃદ્ધિ દરના મુકાબલે બમણી છે. તેમના અનુસાર વિશ્વના નેતા જ્યાં સુધી આ સમસ્યાના સમાધાન માટે સહમત થતા નથી સતત વૈશ્વિક વિકાસ પ્રાપ્ત કરવો લગભગ અસંભવ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
