શુ ભારતે છોડ્યુ ઝેલમ નદીમાં પાણી? Pokના મુઝફ્ફરાબાદમાં આવ્યુ અચાનક પૂર, કટોકટી જાહેર, જૂઓ વીડિયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. ભારત સરકારે સિંધુ જળ સંધિ બંધ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, પાકિસ્તાને ભારત પર પૂર્વ સૂચના વિના અચાનક ઝેલમ નદીમાં પાણી છોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 'દુનિયા ન્યૂઝ'ના અહેવાલ મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં મુઝફ્ફરાબાદ નજીક ઝેલમ નદીનું પાણીનું સ્તર અચાનક ઝડપથી વધી ગયું છે.પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ભારતે કોઈપણ સૂચના વિના ઝેલમ નદીમાં પાણી છોડ્યું, જેના કારણે પીઓકેમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
પરિસ્થિતિ વધુ વણસી જતાં, મુઝફ્ફરાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ત્યાંના સ્થાનિક વહીવટીતંત્રે હટ્ટીયાન બાલા વિસ્તારમાં પાણીની કટોકટી લાદી છે અને મસ્જિદો દ્વારા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરવામાં આવી છે. આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં જેલમ નદીનો પ્રવાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ચકોઠી સરહદથી મુઝફ્ફરાબાદ શહેર સુધી ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ઝેલમ નદીના કિનારે આવેલા હટ્ટીયાન બાલા, ઘારી દુપટ્ટા અને માજોઈ ગામોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું.

સ્થાનિક લોકો કહે છે કે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું અને કોઈને તેનો ખ્યાલ નહોતો. મસ્જિદોના લાઉડસ્પીકર દ્વારા તાત્કાલિક ઘરો ખાલી કરવા અપીલ કરવામાં આવી હતી.
પાકિસ્તાનનો આરોપ છે કે ઝેલમમાં પાણીનો વધતો પ્રવાહ કોઈ કુદરતી ઘટના નથી પરંતુ ભારતની વ્યૂહાત્મક યોજનાનો એક ભાગ છે. પાકિસ્તાની વિશ્લેષકો કહે છે કે ભારતે પાણીનો 'શસ્ત્ર' તરીકે ઉપયોગ કરીને 'જળ યુદ્ધ' શરૂ કર્યું છે. આ પગલું પહેલગામ હુમલાના જવાબમાં લેવામાં આવેલ વ્યૂહાત્મક નિર્ણય હોવાનું કહેવાય છે.
રાજકીય વિશ્લેષક જાવેદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની ભારતની ચેતવણી માત્ર ઔપચારિકતા નહોતી. તેમનું કહેવું છે કે ઝેલમ નદીમાં અચાનક પાણી છોડવું એ પાકિસ્તાનને સ્પષ્ટ અને તીક્ષ્ણ સંદેશ છે.
મુઝફ્ફરાબાદ વહીવટીતંત્રે પણ પાણીના સ્તરમાં અસામાન્ય વધારાને પુષ્ટિ આપી છે અને હટ્ટીયાન બાલા સહિત અનેક વિસ્તારોમાં સત્તાવાર રીતે પાણીની કટોકટી જાહેર કરી છે. નદી કિનારે રહેતા લોકો ભયભીત છે અને સતત સ્થળાંતર કરી રહ્યા છે.
Pakistan .. Pani chahiye tha .. LeLo
— Ankita (@Cric_gal) April 26, 2025
India released excessive water in Jhelum river without prior information. Pak right now 🫣🫣🫣🫣 #Pahalgam #pahalgamkashmir
pic.twitter.com/TjQHjimTzB
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પાણી ભારતના અનંતનાગ વિસ્તારમાંથી આવી રહ્યું છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચકોઠી વિસ્તારમાંથી વહે છે. પાકિસ્તાની અધિકારીઓએ તેને આંતરરાષ્ટ્રીય નિયમો અને પાણી કરારોનું "સ્પષ્ટ ઉલ્લંઘન" ગણાવ્યું છે.
ભારતે તાજેતરમાં 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સરકારનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન "વિશ્વસનીય અને બદલી ન શકાય તેવી" રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે.
આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ મુદ્દા પર નજર રાખી રહ્યો છે, જોકે હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિભાવ આવ્યો નથી. નિષ્ણાતો માને છે કે પાણી પર વધતો તણાવ ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નવો સંઘર્ષ બિંદુ બની શકે છે.
કેટલાક ભારતીય રણનીતિકારો કહે છે કે પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ લાવવા માટે આ જળ રણનીતિ મહત્વપૂર્ણ બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
