ભારતીય હવામાન વિભાગે SMSથી હવામાન માહિતી સેવા શરૂ કરી
નવી દિલ્હી, 25 ડિસેમ્બર : ભારત સરકાર દ્વારા હવામાન વિભાગ દ્વારા જાહેર થતી હવામાન સંબંધિત વિવિધ માહિતી અને ચેતવણીઓ સીધી નાગરિકોને મળે તેવા હેતુ સાથે આજથી એસએમએસ (શોર્ટ મેસેજ સર્વિસ) પર હવામાનની સ્થિતિની માહિતી આપવાની સેવાનો આરંભ કર્યો છે. આ યોજનાને ગુડ ગવર્નન્સ ડેની ઉજવણીના સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે.
આ સેવા ભારતનો હવામાન વિભાગ પૂરી પાડશે. આ માટે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવવા પડશે. આ માટે
http://metdweather.blogspot.in/p/register-for-free-sms-weather-update.html પર જઇને આપ મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આ યોજના હેઠળ કોઇપણ વ્યકિત પોતાના મોબાઇલ ફોનને હવામાન વિભાગ પાસે નોંધાવીને હવામાનની ચેતવણીઓની માહિતી ઘેરબેઠા મેળવી શકશે. હવામાન વિભાગના વડા ડો.રાઠોડે જણાવ્યું હતું કે 'આ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે કે જેથી લોકો હવામાનનો હવે પછીનો મિજાજ જાણી શકે અને તેમને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી અને અન્ય કાર્યક્રમોની યોજના બનાવી શકશે.'

તેમણે જણાવ્યું કે 'વાવાઝોડાની આશંકા હોય કે પછી ભારે વરસાદની કે પછી ગાઢ ધુમ્મસની આશંકા હોય તો લોકોને ચાર-પાંચ કલાક પહેલા જ મોબાઇલ પર એસએમએસ થકી માહિતી મળી જશે. જેથી લોકો પોતાના કાર્યક્રમોમાં ફેરફારો કરી શકે.'
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવેલી આફતની પુર્વ સુચના હોવા છતાં તેની જાણ લોકોને એટલા માટે ન થઇ કે આ પ્રકારની સેવા લોકોને ઉપલબ્ધ ન હતી પરંતુ હવે હવામાન વિભાગે આ માટે જરૂરી ટેકનીકલ ક્ષમતા મેળવી લીધી છે અનેક પ્રાદેશિક કાર્યાલયો અને હેડ કવાર્ટર થકી આ સેવા આજથી શરૂ થશે.
પ્રથમ તબક્કામાં માત્ર હવામાનની ચેતવણીની માહિતી આપવામાં આવશે. જયારે બીજા તબક્કામાં સામાન્ય હવામાનની માહિતીઓ આપવાની યોજના છે. આ સેવા વિનામૂલ્યે અપાશે. હવામાન વિભાગ અત્યારે દિલ્હી સહિત અનેક સ્થળો પર સેવા આપે છે જેમાં દર ચાર કલાકથી આગળના હવામાનની માહિતી આપવામાં આવે છે. આ માહિતી હજુ વેબસાઇટ ઉપર જ છે.
ખેડુતો માટે અત્યારે આ પ્રકારની માહિતી આપવામાં આવે છે. પરંતુ હવે સામાન્ય લોકો માટે પહેલી વખત આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
