'ભારત પરમાણુ મુક્ત વિશ્વના સ્વપ્નને સાકાર કરવા માટે અન્ય દેશો સાથે હાથ મિલાવશે'
UNGAમાંભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, ભારત સાર્વત્રિક ભેદભાવ વગરના અને ચકાસવા યોગ્ય પરમાણુ નિઃશસ્ત્રીકરણના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે, જેનાથી પરમાણુ હથિયારોનો સંપૂર્ણ નાશ થાય છે.
વોશિંગ્ટન : UNGAમાંભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, ભારત સાર્વત્રિક ભેદભાવ વગરના અને ચકાસવા યોગ્ય પરમાણુ નિઃશસ્ત્રીકરણના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે, જેનાથી પરમાણુ હથિયારોનો સંપૂર્ણ નાશ થાય છે. પરમાણુ હથિયારોના સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે UNGAમાં બોલતા શ્રીંગલાએ કહ્યું કે, ભારત માને છે કે પરમાણુ નિઃશસ્ત્રીકરણનું લક્ષ્ય માત્ર તબક્કાવાર રીતે પ્રાપ્ત કરી શકાય છે. આ ધ્યેય હાંસલ કરવા માટે માત્ર વૈશ્વિક, બિન ભેદભાવપૂર્ણ પગલા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાચીન ગ્રંથ ઋગવેદ દ્વારા ભારતની નિખાલસતાનો સંકેત આપતા હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, દરેક જગ્યાએના સારા વિચારો અમારી પાસે આવે, ભારત પરમાણુ મુક્ત વિશ્વના સ્વપ્નને સાકાર કરવા માટે તમામ દેશો સાથે હાથ મિલાવશે.
હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું કે, ભારત પરમાણુ વિસ્ફોટક પરીક્ષણ પર સ્વૈચ્છિક અને એકપક્ષીય સ્થગિતતા જાળવી રાખે છે. ભારતે વૈશ્વિક પરમાણુ સુરક્ષા આર્કિટેક્ચરને મજબૂત કરવા માટે સક્રિયપણે સમર્થન અને યોગદાન આપ્યું છે. વૈશ્વિક અપ્રસાર પ્રયાસોમાં ભારત મુખ્ય ભાગીદાર છે. ભારતે નિ:શસ્ત્રીકરણ પરિષદમાં ડ્રાફ્ટ સીટીબીટીની વાટાઘાટોમાં ભાગ લીધો હતો પરંતુ, ભારત સંધિમાં જોડાઈ શક્યું નથી. કારણ કે, સંધિએ ભારત દ્વારા ઉઠાવવામાં આવેલી અનેક મુખ્ય ચિંતાઓનું સમાધાન હજૂ સુધી કરવામાં આવ્યું નથી.
#IndiainUNSC
— India at UN, NY (@IndiaUNNewYork) September 27, 2021
Briefing on Non-Proliferation of Weapons of Mass Destruction: CTBT
Highlights of remarks by Foreign Secretary @harshvshringla ⬇️@MeaIndia @CTBTO pic.twitter.com/elmkkk2pwU
શ્રીંગલાએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર આર્કિટેક્ચરને મજબૂત કરવા ભારત નિઃશસ્ત્રીકરણ ત્રિપુટીના માળખામાં કામ કરવાનું ચાલુ રાખશે. જેમાં નિઃશસ્ત્રીકરણ પર પરિષદ, યુએન નિઃશસ્ત્રીકરણ આયોગ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ સમિતિનો સમાવેશ થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
