ભારત-ચીન સૈન્ય કમાંડરોની આજે બેઠક, શું સીમા પર તણાવ ઘટશે?
લગભગ 1 મહિનાથી પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ સીમા ગતિરોઘને ઉકેલવા માટે પોતાના પહેલા મોટા પ્રયાસ હેઠળ ભારત અને ચીનના સૈન્ય અધિકારી આજે વાતચીત કરશે.
લગભગ 1 મહિનાથી પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ સીમા ગતિરોઘને ઉકેલવા માટે પોતાના પહેલા મોટા પ્રયાસ હેઠળ ભારત અને ચીનના સૈન્ય અધિકારી આજે વાતચીત કરશે. કમાંડર સ્તરની આ બેઠક સવારે 9 વાગે થશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠક બંને દેશોના સંબંધ નક્કી કરશે. ભારત તરફથી આ બેઠકની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ કરશે. ચીન ચરફથી પણ ચીની સેનાના કમાંડર બેઠકમાં હશે. બેઠકમાં બંને તરફથી બ્રિગેડિયર સ્તરના એરિયા કમાંડર પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે આ બેઠક પર માત્ર ભારત કે ચીન નહિ પરંતુ આખી દુનિયાની નજર છે કારણકે અમેરિકા પણ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ પર ધ્યાન રાખી રહ્યા છે.

માહિતી મુજબ સવારે 9 વાગે લદ્દાખના ચૂશુલ સામે મોલ્ડોમાં આ બેઠક થશે. જે જગ્યાએ ભારત-ચીનમાં ટકરાવ ચાલી રહ્યો છે મોલ્ડો ત્યાંથી 20 કિલોમીટરના અંતરે છે. હવે બધાની નજર આના પર રહેશે કે શું આ બેઠક તણાવ ઘટાડવામાં કારગર સાબિત થાય છે. કારણકે બંને પક્ષો વચ્ચે પહેલા જ સ્થાનિક કમાંડરો વચ્ચે કમસે કમ 12 અને મેજર જનરલ સ્તરના અધિકારીઓ વચ્ચે 3 વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ચર્ચાથી કોઈ સકારાત્મક પરિણામ ન નીકળ્યુ.
એક મોટા સૈન્ય અધિકારીઅ કહ્યુ, વાતચીતમાં આપણા માટે એકસૂત્રી એજન્ડા વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર શાંતિ તેમજ સ્થિરતા પાછા લાવવાનો છે. અમે તેને મેળવવા માટે વિશેષ ઉપાય સૂચવશુ જેમાં પાંચ મેથી પહેલી સ્થિતિમાં પાછા આવવુ શામેલ હશે. આ ગતિરોધ પાંચ મેના રોજ પેંગોંગ ત્સોમાં બંને પક્ષો વચ્ચે હિંસર ટકરાવ થયા બાદ શરૂ થયો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
