Independence Day 2023: લાલ કિલ્લાથી મોંઘવારી પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યુ - અમારો દરેક સંભવ પ્રયાસ યથાવત
Independence Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતા મોંઘવારી મુદ્દે ખુલીને વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે અમે મોંઘવારી ઘટાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ અને અમારા પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે.
PMએ કહ્યું કે કોરોના પછી દુનિયા હજુ ઉભરી શકી નથી, તેણે ફરી એક નવી સમસ્યા ઊભી કરી છે. આજે વિશ્વ મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. ફુગાવાએ વિશ્વના અર્થતંત્રને જકડી લીધું છે.

દુનિયામાંથી જે સામાનની જરૂર હોય તે પણ અમે લાવીએ છીએ. આપણી કમનસીબી છે કે માલ લાવવાની સાથે મોંઘવારી પણ આયાત કરવી પડે છે. મોંઘવારીએ સમગ્ર વિશ્વને ઝપટમાં લીધું છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. અગાઉના સમયગાળાની તુલનામાં, અમને થોડી સફળતા પણ મળી છે, પરંતુ આપણે આટલાથી સંતુષ્ટ થઈ શકતા નથી. આપણી વસ્તુઓ દુનિયાથી સારી છે, આપણે આટલા માત્રથી અટકી ના શકીએ, મારે આ દિશામાં વધુ પગલાં ભરવા પડશે જેથી કરીને મારા દેશવાસીઓ પર મોંઘવારીનો બોજ ઓછો થાય, અમે તે પગલું લેતા રહીશું. મારા પ્રયત્નો ચાલુ રહેશે.
નોંધનીય છે કે જુલાઈ મહિનાના રિટેલ ફુગાવાના આંકડા બહાર આવ્યા છે. જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.44 ટકા રહ્યો છે. મોંઘવારી દરમાં વધારો થવાનું મુખ્ય કારણ ટામેટાં અને શાકભાજીના ભાવમાં વધારો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વખત ફુગાવાના આંકડા આરબીઆઈના નિર્ધારિત સ્તરથી ઉપર ગયા છે.
તમને જણાવી દઈએ કે RBI મોંઘવારી દરને 2-6 ટકાની વચ્ચે રાખવાનો પ્રયાસ કરે છે. આ વર્ષે જૂન મહિના સુધી મોંઘવારી દર આરબીઆઈના નિર્ધારિત સ્તરની અંદર હતો. આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે ગવર્નર શક્તિકાંત દાસે પણ ફુગાવા અંગે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તે 6.2 ટકા સુધી જઈ શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
