સ્વતંત્રતા દિવસઃ AIFએ કરી ખાસ તૈયારી, પીએમ મોદી તિરંગો લહેરાવતાં જ આકાશમાંથી ફૂલનો વરસાદ થશે
સ્વતંત્રતા દિવસઃ AIFએ કરી ખાસ તૈયારી, પીએમ મોદી તિરંગો લહેરાવતાં જ આકાશમાંથી ફૂલનો વરસાદ થશે
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે. આ વર્ષે પહેલીવાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં પીએમ મોદી તિરંગો લહેરાવશે તે બાદ ભારતીય વાયુ સેનાના બે એમઆઈ-17 1વી હેલીકોપ્ટર દ્વારા કાર્યક્રમ સ્થળે ફૂલ વરસાવવામાં આવશે. સ્વતંત્રા દિવસ સમારોહ માટે સુરક્ષાના ચોક્કસ ઈંતેજામ કરી લેવામાં આવ્યા છે.

રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ઈતિહાસમાં પહેલીવાર આવું થવા જઈ રહ્યું છે જ્યારે પીએમ મોદી ઝંડો ફરકાવશે કે તરત જ લાલ કિલ્લા પર ફૂલોનો વરસાદ થશે. રક્ષા મંત્રાલય મુજબ આના માટે વાયુ સેનાના બે એમઆઈ-17 1વી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ એક શક્તિશાળી હેલિકોપ્ટર છે જે આધુનિકક એવિયોનિક્સ, ગ્લાસ કોકપિટ ઈન્સ્ટ્રૂમેંટેશન, અત્યાધુનિક નૌવહન ઉપકરણ, એવિયોનિક્સ, મોસમ રડારથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે 7 વાગ્યે પીએમ મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી 75મા સ્વતંત્રતા દિવસને ઉજવવામાં દેશનું નેતૃત્વ કરશે.
દિલ્હીમાં સુરક્ષાના આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે, ખાસ કરીને લાલ કિલ્લાની આજુબાજુમાં પંખીડું પણ ઘૂસી શકે તેમ નથી. આ કાર્યક્રમમાં દિલ્હીના રેલવે સ્ટેશનો પર પણ સુરક્ષાદળ એલર્ટ મોડ પર છે. DCP રેલવે હરેંદ્ર કુમાર સિંહે જણાવ્યું કે, 'સ્વતંત્રતા દિવસના અવસર પર રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી દેવામાં આવી છે. કોઈપણ આતંકી ઘટના ના બને તેના માટે દિલ્હી પોલીસ સંપૂર્ણ સાવચેતી સાથે કામ કરી રહી છે. રેલવે યૂનિટના સુરક્ષાકર્મી પેટ્રોલિંગ કરી રહ્યા છે. દરેક ટ્રેન અને આવતી-જતી સવારીઓ પર બાજ નજર રાખખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની સાથે જ રેલવે સુરક્ષા બળ પણ તૈનાત છે. કમાંડો છે, ડોગ સ્ક્વોડ ટીમ છે, બોમ્બ ડિફ્યૂઝલ ટીમ પણ તૈનાત છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
