IND vs WI: ભારત માટે કરો યા મરોનો મુકાબલો, ક્યા જોઇ શકશો મેચને લાઇવ?
ભારતીય ટીમ શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 શ્રેણીની ચોથી મેચ રમવાની છે. ભારત આ મેચ જીતીને શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરશે. પ્રથમ બે T20 મેચ હાર્યા બાદ ભારતે ત્રીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી. ભારત ચોથી મેચમાં પણ જીતનો સિલસિલો જારી રાખવા ઈચ્છશે.
કેપ્ટન હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં વિનિંગ સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં પોતાની આગેકૂચ જાળવી રાખી છે. ભારત તરફથી આ મેચમાં સૂર્યકુમાર યાદવે ધમાકેદાર 83 રન બનાવ્યા હતા.

ટીમ તરફથી તિલક વર્માએ અણનમ 49 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેન પોતાનું ફોર્મ આગળ પણ જાળવી રાખવા માંગશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની ચોથી મેચ પ્રશંસકો સરળતાથી લાઈવ જોઈ શકશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચ 12 ઓગસ્ટ એટલે કે શનિવારે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે.
મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ડીડી સ્પોર્ટ્સ મેચનું પ્રસારણ વિવિધ ભાષાઓમાં કરશે. આ સિવાય મોબાઈલ પર Jio Cinema એપ પર પણ ફ્રીમાં મેચનો આનંદ લઈ શકાશે.
ભારતની નજર વેસ્ટ ઈન્ડિઝ સામેની સાતમી T20 શ્રેણી જીતવા પર હશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં આઠ વખત T20 સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ છ શ્રેણી જીતી છે.
બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર બે વખત જ સિરીઝ જીતવામાં સફળ રહી છે. જો વેસ્ટ ઈન્ડિઝની ટીમ બાકીની બે મેચમાંથી એક પણ જીતી જશે તો તે ત્રીજી વખત શ્રેણી જીતશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
