Income Tax in Budget 2024: મોદી સરકારે કર્યા ટેક્સમાં મોટો ફેરફાર, જાણો બદલાવ
Income Tax Budget 2024 in Gujarati: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો અનુસાર, 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકાના દરે આવકવેરો લાગશે.

આ સાથે 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.
મોદી સરકારે 2018ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 40,000 રૂપિયા વાર્ષિક કર્યું હતું. જે બાદ, 2019ના વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 50,000 રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવી હતી. જે બાદ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ ફેરફાર થયો નથી. હવે તે વધારીને 75000 કરવામાં આવી છે.
આવકવેરા સ્લેબમાં મોટા ફેરફારો
- 0 - 3 લાખ રૂપિયા સુધી - શૂન્ય
- 3 થી 7 લાખ રૂપિયા - 5 ટકા
- 7 થી 10 લાખ રૂપિયા - 10 ટકા
- 10 થી 12 લાખ રૂપિયા - 15 ટકા
- 12 થી 15 લાખ રૂપિયા - 20 ટકા
- 15 લાખથી વધુ રૂપિયા - 30 ટકા
આ બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જૂની કર વ્યવસ્થામાં મૂળભૂત મુક્તિ મર્યાદામાં વધારો કર્યો નથી. તેમજ ટેક્સ રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારાનો લાભ નહીં મળે.












Click it and Unblock the Notifications
