પુણેમાં બાળક માટે મહિલાને ઈન્સાની હાડકા ખવડાવ્યા, જાણો શું છે પુરો મામલો?

પીડિતાના લગ્ન 2019માં થયા હતા. લગ્ન બાદ તેને બાળક ન થતા સાસરિયાઓએ કાળા જાદુનો સહારો લીધો હતો. પીડિતાનો આરોપ છે કે આ ધાર્મિક વિધિ દરમિયાન તેને માણસના હાડકાનો ચુરો પાણી સાથે પીવડાવવામાં આવ્યો.

પુણે : દેશભરમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, બાળકની ચાહતમાં પરિવારજનોએ મહિલાને હાડકા ખવડાવ્યા છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, ધાર્મિક વિધિ માટે તેને ઝરણામાં સ્નાન કરવાની ફરજ પાડવામાં આવી.

Tantric Ritual

પીડિતના આરોપો અનુસાર, તેના સાસરિયાઓ બાળક માટે તેને ત્રાસ આપતા હતા. ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં મહિલાના પતિ અને સાસરિયાઓ અને સંબંધીઓ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર પોલીસે એક મહિલા તાંત્રિકની પણ ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના લગ્ન 2019માં થયા હતા. લગ્ન બાદ તેને બાળક ન થતા સાસરિયાઓએ કાળા જાદુનો સહારો લીધો હતો. પીડિતાનો આરોપ છે કે આ ધાર્મિક વિધિ દરમિયાન તેને માણસના હાડકાનો ચુરો પાણી સાથે પીવડાવવામાં આવ્યો. આ પછી તેને ઝરણામાં સ્નાન કરવાની ફરજ પાડવામાં આવી.

પીડિતાએ સાસરિયાઓ પર ગંભીર આરોપો લગાવ્યા અને જણાવ્યુ કે, પરિવારે તેને તાંત્રિક વિધિ માટે દબાણ કર્યું હતું. આરોપીઓ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને તેના માતા-પિતા પાસેથી પૈસા લાવવાનું પણ કહેતા હતા. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, આરોપીએ મહિલા પર રિવોલ્વર તાકી હતી. પછી તેને માનવ હાડકાંનો પાવડર ખાવા મજબૂર કરાઈ. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે આ પહેલા પણ ઘણી વખત આવી ઘટના બની છે. આરોપ અનુસાર મહિલાને મે 2022માં કથિત રીતે ઘરની બહાર કાઢી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X