મંગળ પર વધુ એક મિશનની તૈયારીમાં ઈસરો, આ વખતે હેલિકોપ્ટર મોકલી ઈતિહાસ રચશે
અવકાશમાં મોટી તાકાત બનીને ઉભરેલી ભારતીય સ્પેસ એજન્સી ઈસરો બહુ જલ્દી મંગળ પર વધુ એક મિશનની તૈયારીમાં લાગ્યુ છે.
અહેવાલો અનુસાર, ભારતના આગામી મંગળ મિશનમાં એક હેલિકોપ્ટર શામેલ હોઈ શકે છે, જે નાસાના ઇન્જેન્યુટી ડ્રોનના પગલે ચાલશે.

જો ભારત આ મિશનને જૂના મંગળ મિશનની જેમ સફળ બનાવે તો ઈસરો ફરી એકવાર ઈતિહાસ રચશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હાલમાં આ થિયરી પર કામ કરી રહ્યું છે અને ઈસરોની યોજના અનુસાર, વર્ષ 2030 સુધીમાં મંગળ પર ભારતીય લેન્ડરને લેન્ડ કરવા અને માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.
મંગળ ગ્રહ પરનું ભારતનું પ્રથમ મિશન માર્સ ઓર્બિટર મિશન (MOM) એટલે કે મંગલયાન નવેમ્બર 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને સપ્ટેમ્બર 2014માં મંગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું હતું. લગભગ આઠ વર્ષ સુધી સતત સંશોધન કર્યા બાદ વર્ષ 2022માં ભારતીય મંગલયાને કામ કરવાનું બંધ કરી દીધુ.
પહવે ઈસરોનું આગામી મિશન મંગળ ઘણું મુશ્કેલ અને મહત્વાકાંક્ષી છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતેની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિક જયદેવ પ્રદીપે તાજેતરના વેબિનાર દરમિયાન જણાવ્યું કે, મંગળ લેન્ડિંગ મિશન માટે આયોજિત હેલિકોપ્ટર ગ્રહના હવાઈ સંશોધન માટે પેલોડનો સમૂહ વહન કરશે.
રિપોર્ટ અનુસાર, તૈયાર કરવામાં આવેલા ડ્રોનના પેલોડમાં તાપમાન માપવાનું સેન્સર, ભેજ માપવાનું સેન્સર, પ્રેશર સેન્સર, પવનની ગતિ માપવાનું સેન્સર, ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્સર અને ડસ્ટ એરોસોલ્સને શોધવા માટેના સાધનોનો સમાવેશ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
