મણીપુરમાં હિંસાને લઈને તંત્રની સખત કાર્યવાહી, ગોળી મારવાના આદેશ કરાયા
મણીપુરમાં સતત વધી રહેલી હિંસાને લઈને સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્યમાં દંગાઈઓને કાબુ કરવા માટે હવે શુટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. હવે દંગાઈઓને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે.
મણિપુરમાં હિંસાને લઈને સરકાર સખ્ત બની છે. પ્રશાસને તોફાની તત્વોને કાબુ કરવા કડક સૂચના આપી છે. અહેવાલો અનુસાર, રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આદેશ કરાયા છે કે તોફાનીઓને જોતા જ ગોળી મારવામાં આવે.

હવે રાજ્યમાં તોફાન પ્રભાવિત વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને આરએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં દંગાઈઓને ગોળી મારવાના આદેશ સાથે કેટલીક શરતો લાગુ કરાઈ છે. ગોળી મારવાનો આદેશ ત્યારે જ લાગુ થશે જ્યારે તોફાનીઓને ચેતવણીઓ અને સમજાવટ પછી પણ પરિસ્થિતિ કાબૂમાં ન આવે.
અહીં તમને જણાવી દઈએ કે, આદિવાસી સ્ટુડન્ટ યુનિયને રાજ્યમાં મૈતૈઇ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં કૂચ કરી હતી. આ કુંચ બાદ હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિંસા પર કાબૂ મેળવવા માટે મણિપુરના અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
હાલ રાજ્યમાં પરિસ્થિતિ તંગ છે અને ઘણા જિલ્લાઓમાં સેના અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરાયા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સેનાની ફ્લેગ માર્ચ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
