સરકાર બનતા જ કર્ણાટકમાં સિદ્ધારમૈયા એક્શનમાં, તમામ વિભાગોના નાણાં પર રોક લગાવાઈ
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનતા જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એક્શનમાં જોવા મળી રહી છે. પહેલા કરેલા વાયદાઓ પુરા કર્યા બાદ હવે સરકારે વિવિધ વિભાગોને જુની સરકાર દ્વારા જારી કરાયેલા નાણાં પર રોક લગાવી દીધી છે.
સિદ્ધારમૈયા સરકાર શપથ લેતા જ એક્શનમાં છે. એક પછી એક મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલા આ સરકારે કરેલા 5 વચનો પૂરા કર્યા છે. હવે સિદ્ધારમૈયા સરકારે અગાઉની સરકાર દ્વારા કોઈપણ વિભાગને જાહેર કરાયેલા ભંડોળ પર રોક લગાવી દીધી છે.

અહેવાલો અનુસાર, સિદ્ધારમૈયાએ બોર્ડ અને નિગમ સહિત તમામ વિભાગોને અગાઉની સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ બાકી કામ, ભંડોળ ફાળવવા અને કોઈપણ વિભાગને ચૂકવણી અટકાવવાના આદેશ આપ્યા છે. સિદ્ધારમૈયા સરકાર એક્શનમાં આવતા જ બીજેપીના ભ્રષ્ટ નેતાઓમાં ખલબલીનો માહોલ છે.
અગાઉની બીજેપી સરકારને ઉખાડીને સત્તામાં આવ્યા પછી કોંગ્રેસની આગેવાની હેઠળની સિદ્ધારમૈયા સરકારે પહેલા જ અગાઉની સરકાર દ્વારા જાહેર કરાયેલા અને કામ શરૂ ન થયુ હોય તેવા પ્રોજેક્ટ પર રોક લગાવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમં કોંગ્રેસે 135 બેઠકો સાથે જીત મેળવી છે અને સિદ્ધારમૈયાએ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સરકાર બનતા જ સૌથી પહેલા 5 વાયદાઓ પુરા કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
