સ્વતંત્રતા દિવસ પહેલા પંજાબ સરકાર એક્શનમાં, મોટી સંખ્યામાં હથિયારો ઝડપાયા

દેશમાં બહુ જલ્દી સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂ થવા જઈ રહી છે. આ સ્થિતીમાં ઉપદ્રવી તત્વો નથી ઈચ્છતા કે દેશ તેનો સ્વાતંત્ર્ય દિવસ શાંતિપુર્ણ રીતે ઉજવે. હવે પંજાબ સરકારે મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે.

સ્વતંત્રતા દિવસના થોડા દિવસ પહેલા જ લુધિયાણા પોલીસે એક મોટી કાર્યવાહી કરતા હથિયારોનો એક મોટો જપ્ત કર્ય છે. સમાચારો અનુસાર, પોલીસે 22 જેટલા હથિયારો જપ્ત કર્યા છે.

llegal Weapons

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું કે, પુનીત બેન્સ અને જીંદી મોડ્યુલ પાસેથી ભૂતકાળમાં 9 હથિયારો મળી આવ્યા હતા. હવે પોલીસે કુણાલ શર્મા નામના વ્યક્તિની ધરપકડ કરીને 2 હથિયારો કબજે કર્યા છે.

આ મોડ્યુલ પાસેથી કુલ 11 હથિયારો મળી આવ્યા છે. આ સિવાય એજીટીએફ ED દ્વારા પકડાયેલ ગુરવીર ગુરીને પ્રોડક્શન વોરંટ પર લાવવામાં આવ્યો હતો અને તેને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તે મધ્યપ્રદેશથી હથિયારો લાવતો હતો. આ પુછપરછ બાદ CIA. ટીમે કુલ 8 હથિયારો જપ્ત કર્યા હતા. જે બાદ વધુ 3 હથિયારો મળી આવ્યા. આ રીતે લુધિયાણા પોલીસે કુલ 22 હથિયારો જપ્ત કર્યા છે.

તેમણે કહ્યું કે, આ જપ્ત કરાયેલા હથિયારોનો ઉપયોગ ગુનેગારો જિલ્લામાં ગુના માટે કરવાના હતા, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. પંજાબમાં અન્ય રાજ્યોમાંથી હથિયારો આવી રહ્યા છે અને પાકિસ્તાનમાંથી ડ્રોનથી પણ મોકલાઈ રહ્યા છે.

અહીં તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી કે, જો તેઓ આવું કરવાનું બંધ નહીં કરે તો તમામને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં મોટી સંખ્યામાં ગેરકાયદે હથિયારો આવી રહ્યા છે. અન્ય રાજ્યો સિવાય પંજાબમાં સરહદ પાર પાકિસ્તાનથી પણ મોટાપાયે હથિયારો આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X