દિલ્લી-NCRમાં આજે પણ થઈ શકે છે વરસાદ, આ જગ્યા માટે જારી થયુ યલો એલર્ટ

દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગુરુવારે સાંજે વરસાદ થયા બાદ ઠંડી એકદમ વધી ગઈ છે.

દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગુરુવારે સાંજે વરસાદ થયા બાદ ઠંડી એકદમ વધી ગઈ છે, ઝડપી પવન સાથે કરા પણ પડ્યા છે જેના કારણે લોકોને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે ઘણી હવાઈ સેવાઓ પર પણ આની અસર પડી અને ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. વળી, બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આજે પણ દિલ્લી-એનસીઆરમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે.

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતાવણી

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતાવણી

એટલુ જ નહિ હવામાન વિભાગે આજના માટે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ પડ્યા છે. વિભાગનુ કહેવુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક આ વરસાદ થયો છે.

પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાનુ યલો એલર્ટ

પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાનુ યલો એલર્ટ

આ ડિસ્ટર્બન્સની અસર આજે પણ રહેશે અને આ કારણે આજે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્લી, રાજસ્થાન, અડધાથી વધુ મધ્યપ્રદેશ અને વેસ્ટર્ન યુપીમાં વરસાદના અણસાર છે. પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

અહીં પણ વરસી શકે છે મેઘ, પારો પણ ઘટશે

અહીં પણ વરસી શકે છે મેઘ, પારો પણ ઘટશે

વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વી મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં કરા વૃષ્ટિ અને હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. દિલ્લી-એનસીઆરમાં પણ ગાજવીજ સાથે વરસાદના અણસાર છે. મધ્ય પ્રદેશના બાકીના ભાગો, રાજસ્થાન અને બિહારના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વળી, વિદર્ભ, તમિલનાડુ, કેરળ, સિક્કિમ અને અસમમાં અમુક સ્થળોએ હળવો વરસાદ થવાની આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X