IMના આગામી ટાર્ગેટ દિલ્હી-મુંબઈ હોઈ શકે

બોધગયામાં બ્લાસ્ટ અને હૈદરાબાદમાં દિલસુખનગર બ્લાસ્ટ સહિત ધણી જગ્યાઓએ બ્લાસ્ટની યોજના અગાઉ ધડાઈ હતી. હૈદરાબાદ અને બૌદ્ધ મંદિરમાં બ્લાસ્ટ થયા બાદ હવે આઈએમના આગામી ટાર્ગેટ પૂછપરછમાં ખુલતાં તંત્રની નજર કેન્દ્રીત થઈ ગઈ છે.
બોધગયામાં બ્લાસ્ટ કરવામાં આતંકવાદી શખસો તેમના બીજા પ્રયાસમાં સફળ થયા છે. વર્ષ 2012માં બોધગયામાં હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. ઝડપાઈ ગયેલા ઇન્ડિય મુજાહીદ્દીનના શખસે હૈદરાબાદ અને બોધગયામાં હુમલા કરવાની યોજના અંગે પૂછપરછ દરમિયાન વાત કરી હતી. પરંતુ આ સંબંધમાં સાવધાની રાખવામાં આવી ન હતી.
ઇન્ડિયન મુજાહીદ્દીનની નજર હવે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો ઉપર છે. તેઓ હવે દિલ્હીના સદર બજાર અને ચાંદની ચોક પર હુમલો કરી શકે છે. કારણ કે આ બંને વિસ્તાર પણ ભરચક રહે છે. આ બંને જગ્યાઓએ બ્લાસ્ટ થવાની સ્થિતિમાં ભારે નુકસાન થઈ શકે છે.
આવી જ રીતે મુંબઈમાં આ સંગઠને અંધેરી સ્ટેશન ખાતે મેકડોનાલ્ડ હોટલ, સાડી સોપ, શાન્તાક્રુઝ સ્ટેશન નજીક ફાસ્ટ ફૂડની હોટલો, દાદર બસ સ્ટોપ, સીએસટી સ્ટેશન, પાનવેલ સ્ટેશન, બાંદ્રા અને જોગેશ્વરી ખાતેના સ્થળોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો ઉપર હમેશા લોકો રહે છી. આ તમામ સ્થળો ઉપર હુમલાની યોજનાને તૈયાર કરવામાં આવી હતી અને ભટકલ બંધુઓનો ટેકો મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
