અગત્યના કામ હોય તો આજે જ પતાવી લેજો, માર્ચ મહિનામાં આ 13 દિવસ બેંક બંધ રહેશે!
જો તમારે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો જલ્દી કરો કારણ કે માર્ચ મહિનામાં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે માર્ચ મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે.
જો તમારે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો જલ્દી કરો કારણ કે માર્ચ મહિનામાં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે માર્ચ મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આ રજાઓમાં રવિવાર અને શનિવારની રજાઓનો સમાવેશ થાય છે. ચાલો તમને જણાવી દઈએ માર્ચ મહિનામાં રજાઓની સંપૂર્ણ યાદી.

1 માર્ચ - આ દિવસે મહાશિવરાત્રીનો તહેવાર છે. આ કારણે દેશના ઘણા વિસ્તારોમાં જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઝારખંડ વગેરેમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
3 માર્ચ - લોસારના તહેવારને કારણે આ દિવસે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
4 માર્ચ - આ દિવસે છપચાર કુટના તહેવારને કારણે આઈઝોલમાં બેંકો બંધ રહેશે.
6 માર્ચ- આ દિવસે રવિવાર હોવાને કારણે તમામ બેંકો બંધ રહેશે.
12 માર્ચ- આ દિવસે મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
13 માર્ચ - આ દિવસ રવિવાર હોવાને કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
17 માર્ચ- આ દિવસે હોલિકા દહનના અવસર પર દેશના ઘણા વિસ્તારોમાં બેંકો બંધ રહેશે.
18 માર્ચ- આ દિવસે હોળીના તહેવારને કારણે દેશભરમાં ઘણા વિસ્તારોમાં બેંકો બંધ રહેશે.
19 માર્ચ- ભુવનેશ્વર, પટના અને ઇમ્ફાલમાં આ દિવસે યાઓસંગને કારણે બેંકો બંધ રહેશે.
20 માર્ચ - આ દિવસ રવિવાર હોવાને કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
22 માર્ચ - આ દિવસ 'બિહાર ડે' હોવાને કારણે બિહારમાં બેંકો બંધ રહેશે.
26 માર્ચ- આ દિવસે મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.
27 માર્ચ - રવિવાર હોવાને કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે.












Click it and Unblock the Notifications
