ખડગે નહીં તો ઈન્ડિયા એલાયન્સનો પીએમ ચહેરો કોણ હશે? જાણો શું કહ્યું શરદ પવારે?
કેન્દ્રની લોકશાહી વિરોધી મોદી સરકારનો મુકાબલો કરવા વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સના નામે મંથન કરી રહી છે ત્યારે પીએમ ઉમેદવારને લઈને શરદ પવારનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે.
લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવારના નામને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે.

શરદ પવારે કહ્યું કે, 1977ની લોકસભા ચૂંટણી દરમિયાન કોઈ પણ વડાપ્રધાનનો ચહેરો રજૂ કરવામાં આવ્યો ન હતો. પવારની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈન્ડિયા એલાયન્સે હજુ સત્તાવાર રીતે તેના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી નથી.
જો કે, ઈન્ડિયા એલાયન્સના કેટલાક પક્ષોએ કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કર્યા છે.
જણાવી દઈએ કે, ચૂંટણી પછી મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. જો કોઈ ચહેરો આગળ મૂકવામાં નહીં આવે તો કોઈ પરિણામ આવશે નહીં. જો લોકો પરિવર્તનના મૂડમાં હશે તો તેઓ પરિવર્તન લાવવા નિર્ણયો લેશે.
બીજી તરફ બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પવારની ટિપ્પણીઓને ટાંકીને કહ્યું કે, કોંગ્રેસ પણ દીદી દ્વારા આગળ મૂકવામાં આવેલા ખડગેના નામથી ખુશ નથી.
જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે મોટો તફાવત છે અને આગામી લોકસભા ચૂંટણીમાં લોકો ફરી મોદીને સમર્થન આપશે.
મીડિયા સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે તે ભાજપ અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથેના તેમના જોડાણ સાથે દગો નહીં કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
