શું વેક્સીનનો બૂસ્ટર ડોઝ કોરોનાથી બચાવશે? ICMRના પ્રમુખે આપી દરેક અપડેટ
કોરોના વાયરસ બિમારી(કોવિડ-19)થી સુરક્ષા માટે બૂસ્ટર વેસ્કીનના ડોઝની જરુર છે કે નહિ, જાણો આઈસીએમઆરના પ્રમુખે શું કહ્યુ.
નવી દિલ્લીઃ ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ(ICMR)ના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યુ છે કે હજુ સુધી એ વાતના કોઈ પુરાવા નથી કે કોરોના વાયરસ બિમારી(કોવિડ-19)થી સુરક્ષા માટે બૂસ્ટર વેસ્કીનના ડોઝની જરુર છે. આઈસીએમઆરના મહાનિર્દેશક(ડીજી) ડૉ. બલરામ ભાર્ગવે કહ્યુ, 'બધા વયસ્ક લોકોએ હાલમાં માત્ર કોરોના વેક્સીનના બંને ડોઝ લેવાની જરૂર છે. કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ બધાને મળે એ સુનિશ્ચિત કરવુ જોઈએ. માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયાનુ રસીકરણ થવુ જોઈએ, સરકારની પ્રાથમિકતા આ જ હોવી જોઈએ.'

શું કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ કોરોનાથી બચાવશે?
ડૉ. બલરામ ભાર્ગવે રવિવાર(21 નવેમ્બર)ના રોજ સમાચાર એજન્સી પીટીઆઈ(ભાષા)ને જણાવ્યુ, 'આ ઉપરાંત કોવિડ-19 સામે વેક્સીનના બૂસ્ટર ડોઝનુ સમર્થન કરવા માટે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અમારી પાસે એ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે વેક્સીનનો બૂસ્ટર ડોઝ કોરોનાથી સુરક્ષા આપવા માટે જરૂરી છે.'

બધાને મળવો જોઈએ વેક્સીનનો બૂસ્ટર ડોઝઃ અશોક ગહેલોત
તમને જણાવી દઈએ કે હાલમાં દિવસોમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત ઘણા લોકોએ કેન્દ્ર સરકાર પાસે વેક્સીના બૂસ્ટર ડોઝની અનુમતિ આપવાનો આગ્રહ કર્યો છે. જો કે ભારતમાં હાલમાં વેક્સીનના બૂસ્ટર ડોઝ અંગે નવેમ્બરના અંતમાં બેઠક થવાની છે. આ બેઠકમાં રસીકરણ પર કેન્દ્રની પ્રમુખ વિશેષજ્ઞ પેનલ, રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ(એનટીએજીઆઈ) શામેલ થશે જે બૂસ્ટર શૉટ્સ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ બાળકોના રસીકરણનુ ઉદઘાટન પણ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ વેક્સીનના બૂસ્ટર ડોઝ પર શું કહ્યુ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં જ કહ્યુ હતુ, 'કેન્દ્ર આવી બાબતે સીધો નિર્ણ ન કરી શકે. જ્યારે આઈસીએમઆર કહેશે કે બૂસ્ટર શૉટ આપવા જોઈએ, ત્યારે અમે આના પર વિચાર કરીશુ. હાલમાં લક્ષ્ય વસ્તીનુ સંપૂર્ણ રસીકરણ પૂરુ કરવાનુ છે. એક વાર એ થઈ ગયા બાદ બૂસ્ટર પર નિર્ણય લેવામાં આવશે. આપણી પાસે પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે.'

શું છે દેશમાં કોરોના વેક્સીનના આંકડા
અધિકૃત આંકડાઓ મુજબ940 મિલિયન યોગ્ય વયસ્કોમાંથી લગભગ 82 ટકા લોકોએ કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. વળી, લગભગ 43 ટકા લોકોએ કોવિડ-19 વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે એટલે કે સંપૂર્ણપણે વેક્સીનેટ છે. કોરોના વાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયુ હતુ. અત્યાર સુધી લગભગ 1.17 અબજ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
