Election Express: પહેલીવાર શેહજાદા કહેવા પર રાહુલનો મોદી પર પ્રહાર
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.
આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

પહેલીવાર શેહજાદા કહેવા પર રાહુલનો મોદી પર પ્રહાર
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા સતત શેહજાદા તરીકે સંબોધિત કરવામાં આવતા પહેલીવાર કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છેકે નરેન્દ્ર મોદીના ગુસ્સાની ગિફ્ટ મારે નથી જોઇતી. ધ હિન્દુને આપેલા ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ બુદ્ધની કહાણી સંભળાવી અને કહ્યું કે તેઓ પણ બુદ્ધની જેમ મોદીએ આપેલી ગિફ્ટ પરત કરી રહ્યાં છે.

ભાજપ મોટી પાર્ટી પરંતુ મોદી નહીં બની શકે પીએમઃ શરદ પવાર
એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવું છેકે ભાજપ મોટી પાર્ટી તરીકે ઉભરશે અને નરેન્દ્ર મોદી નહીં પરંતુ રાજનાથ સિંહ એનડીએ સરકારમાં વડાપ્રધાન હશે. શરદ પવારે ધ ઇનોકોમિક્સ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે.

કોંગ્રેસને 100 બેઠકો પણ નહીં મળી શકેઃ નટવરસિંહ
પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છેકે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને 275થી 280 બેઠકો મળશે અને નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન હશે. તેમણે કહ્યું કે, આ સૌથી ખરાબ ચૂંટણી સાબિત થશે, કારણ કે કોંગ્રેસને મુશ્કેલથી 100 બેઠકો પણ નહીં મળી શકે.

બે હેમા માલિની લડી રહી છે ચૂંટણી
મથુરા લોકસભા ચૂંટણીમાં આ વખતે બે હેમા માલિની ચૂંટણી લડી રહી છે, એક બૉલીવુડ અભિનેત્રી અને ડ્રીમ ગર્લ હેમા માલિની છે, જે ભાજપના ઉમેદવાર છે અને તેમનું ચૂંટણી ચિન્હ કમળ છે, જ્યારે બીજી તરફ ગોબીના ફૂલના ચિન્હ સાથે અન્ય એક હેમા માલિની ચૂંટણી લડી રહી છે, જેના કારણે અને લોકોએ હેમા માલિનીના નામની મુંઝવણ સાથે ગોબીના ફૂલ પર બટન દબાવી દીધું હતું.

અસ્સી ઘાટ પર કેજરીવાલની સાધના
વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અસ્સી ઘાટ પર સાધના પર બેઠાં છે. સોમનાથ ભારતી પર થયેલા હુમલાના વિરોધમાં કેજરીવાલ દ્વારા આ સાધના કરવામાં આવી રહી છે. સોમનાથ ભારતી પર ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
