પ્રિયંકા ગાંધીએ મોદીને આપ્યો જવાબ- હું રાજીવ ગાંધીની પુત્રી છું
અમેઠી, 1 મે: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસો પહેલાં એક ઇન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીને પોતાની 'પુત્રી જેવી' કહેવા પર હવે રાજકીય જંગ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાઢેરાએ આ મુદ્દે ગુરૂવારે નરેન્દ્ર મોદીને દ્રઢ જવાબ આપતાં કહ્યું કે હું રાજીવ ગાંધીની પુત્રી છું.
પ્રિયંકાએ એક કડક સંદેશ આપતાં કહ્યું 'હું રાજીવ ગાંધીની પુત્રી છું.' પ્રિયંકા ગાંધીની આ પ્રતિક્રિયા ચિદંબરમના તે નિવેદન બાદ સામે આવી, જેમાં નાણામંત્રી ચિદંબરમએ કહ્યું 'હું ખુશ છું કે નરેન્દ્ર મોદી પ્રિયંકા ગાંધીને પોતાની પુત્રી સમાન માને છે, પરંતુ મને ખબર નથી કે તે નરેન્દ્ર મોદીને પિતા તુલ્ય માનીને ખુશ થશે કે નહી.
જો કે, નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દુરદર્શની સાથે એક ઇન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીને 'પુત્રી જેવી' ગણાવી હતી. જો કે નરેન્દ્ર મોદીએ પ્રિયંકા ગાંધીવાળા નિવેદન નિવેદનને દુરદર્શને ઇન્ટરવ્યુંના પ્રસારણ સમયે તે ભાગને બતાવ્યો ન હતો. આ ઇન્ટરવ્યુંને 26 એપ્રિલની સવારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીએ આ ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાઢેરા તેમની પુત્રી જેવી છે, એટલા માટે તેમના રાજકીય હુમલાઓ જવાબ આપી રહ્યાં નથી. અમારા ત્યાં પુત્રીઓ પર હુમલા કરવામાં આવતા નથી. પરંતુ નરેન્દ્ર મોદીનું આ નિવેદન લોકો સુધી પહોંચી શક્યું નથી કારણ કે જે દુરદર્શનને આપેલા ઇન્ટરવ્યુંમાં આ વાત કહેવામાં આવી, તેને કથિત રીતે એડિટ કરવામાં આવી.
એક રિપોર્ટ અનુસાર દુરદર્શને નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યું રેકોર્ડ કર્યાના બે દિવસ બાદ સુધી બતાવવામાં આવ્યો નહી. પછી અચાનકથી તેને કોઇપણ સૂચના વિના પ્રસારીત કરી દેવામાં આવ્યો. એટલું જ નહી ઇન્ટરવ્યુંના કેટલાક ભાગ પણ એડિટ કરવામાં આવ્યા. તેમાં આ પ્રિયંકા ગાંધીવાળી ટિપ્પણી પણ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મારા રાજકીય પ્રતિદ્રંદ્રી છે. એટલા માટે તેમનો ઉલ્લેખ કરું છું. પરંતુ પ્રિયંકા ગાંધીની સાથે આવું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યું દુરદર્શનની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ ઇન્ટરવ્યું દરમિયાન મોદીએ કહ્યું હતું કે ગુજરાત દુરદર્શનને મોટી આવક આપે છે, તેમછતાં તેમને આ ન્યૂઝ ચેનલ પર અધોષિત રીતે પ્રતિબંધ કરવામાં આવતો રહ્યો. બીજી તરફ પ્રસાર ભારતીના સીઇઓ જવાહર સિરકરે કહ્યું ક્કે તેમને આ વાતની કોઇ જાણકારી નથી આ ઇન્ટરવ્યુંમાંથી કોઇપણ અંશ એડિટ કરવામાં આવ્યા છે.
બીજી તરફ અમેઠીમાં પ્રિયંકાએ આજે પોતાના ભાઇ પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી ક્ષેત્ર અમેઠીમાં મેરોથોન રોડ શો કરી જનતાને વિપક્ષી પક્ષોના ઉમેદવારોની ખરાબ નિયતથી ચેતવ્યા હતા. બીજી તરફ ભાવનાત્મક અપીલ કરી કે રાહુલે પોતાના પિતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ દૂરદર્શી વિચારસણી સાથે અમેઠીનો વિકાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
