Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હું હવે કોંગ્રેસનો અધ્યક્ષ નથી, નવા પ્રેસિડન્ટને પસંદ કરો: રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મળેલી શર્મનાક હાર પછી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપવા માટે અડીગ છે.

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મળેલી શર્મનાક હાર પછી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપવા માટે અડીગ છે. આ દરમિયાન બુધવારે તેમને સાફ કરી દીધું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ બુધવારે મીડિયાના સવાલો પર જવાબ આપતા કહ્યું કે પાર્ટીના નવા અધ્યક્ષ કોણ બનશે તેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી કરશે. રાહુલ ગાંધીનું માનવું છે કે કોંગ્રેસનો નવો અધ્યક્ષ એક મહિના પહેલા જ પસંદ થવો જોઈતો હતો.

Rahul Gandhi

બુધવારે રાહુલ ગાંધી એ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પાર્ટીએ વધારે મોડું કર્યા વિના નવા અધ્યક્ષ પર ખુબ જ જલ્દી નિર્ણય લેવો જોઈએ. હું આ પ્રક્રિયામાં ક્યાંય પણ નથી. મેં પહેલાથી મારુ રાજીનામુ આપી દીધું છે. હું હવે પાર્ટીનો અધ્યક્ષ નથી. સીડબ્લયુસી ઘ્વારા જલ્દી બેઠક બોલાવીને તેના પર નિર્ણય લેવો જોઈએ. તેમને કહ્યું કે કોંગ્રેસ સમિતિની બેઠક ક્યારે બોલાવવી તેના વિશે પણ સમિતિના સદસ્યો જ નક્કી કરશે. હું બેઠક નહીં બોલાવું.

આ પણ વાંચો: રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ જાણો શું બોલ્યા અશોક ગેહલોત

આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોંગ્રેસની શર્મનાક હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધું અને કહ્યું કે ગાંધી પરિવારથી બહારના કોઈને અધ્યક્ષ બનાવવામાં આવે. કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓના ઘણા સમજાવ્યા પછી પણ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અટલ છે.

આ પણ વાંચો: તેલંગાનાના વરિષ્ઠ કોંગ્રેસ નેતા બોલ્યા, પ્રિયંકા ગાંધીને સોંપો કમાન

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાધી હજુ પણ પોતાના રાજીનામા પર અળ્યા છે. તેમણે કોંગ્રેસ નેતાઓના અનુરોધને ઠુકરાવી દીધો છે. તેમણે લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની પહેલી બેઠકમાં રાજીનામું રજૂ કર્યું હતું. જો કે વર્કિંગ કમિટીએ તેમનું રાજીનામું નામંજૂર કરી દીધું હતું. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પાર્ટીમાં સક્રિય રહેશે. તેમણે કોંગ્રેસ નેતાઓને ગાંધી પરિવારમાંથી બહારથી નવા અધ્યક્ષને શોધવા કહ્યું છે. પરંતુ એક મહિનો વિતિ જવા બાદ પણ પાર્ટી નવા અધ્યક્ષ પદને ન શોધી શકી અને નેતાગણ રાહુલ ગાંધીને મનાવવામાં લાગી ગયા છે.

આ પણ વાંચો: સંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X