મોદીએ કરી 'મનની વાત', કાળુ નાણું પરત લાવવા આપ્યો વિશ્વાસ
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો દ્વારા બીજી વાર પોતાના 'મનની વાત' દેશ સામે રાખી. વડાપ્રધાન મોદીએ પોતાના આ સંબોધનમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. નરેન્દ્ર મોદીએ સામાજિક પાયાના પ્રશ્નોથી લઇને દેશના નક્કર કાળા નાણાના મુદ્દા પર લોકોને એ વિશ્વાસ અપાવ્યો કે તેઓ ગરીબોના રૂપિયા જે દેશની બહાર છે જેને ચોક્કસ પરત લાવીને રહેશે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું 'જ્યાં સુધી કાળા નાણાનો સવાલ છે, આપ મારી પર વિશ્વાસ રાખો, આ મારા માટે આર્ટિકલ ઓફ ફેથ છે, મારા દેશવાસીઓને, ભારતના ગરીબોના રૂપિયા જે બહાર ગયું છે તેનો એક એક પૈસો પાછો આવશે.'
વડાપ્રધાને જણાવ્યું કે વિદેશોમાં કેટલું કાળુનાણું જમા છે, તે અંગે નથી મને ખબર, નથી સરકારને ખબર કે નથી આપને ખબર અહીં સુધી આ પહેલાની સરકારને પણ તેની જાણકારી ન્હોતી. હું આંકડામાં ઉલજવા નથી માંગતો પરંતુ આપના આશિર્વાદથી આ રૂપિયા દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને કરતો રહીશ.
વડાપ્રધાને જણાવ્યું કે તેમણે ક્યારેય ન્હોતું વિચાર્યું કે સફાઇ અભિયાન એક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લેશે. વડાપ્રધાને જણાવ્યું કે હવે મને જે લોકો મળવા આવે છે તેઓ પોતાના સ્વાર્થની વાત ઓછી અને સમાજકાર્યની જવાદારીની વાતો કરવા લાગ્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 'ગંદગીથી બીમારી સૌથી પહેલા ગરીબના ઘરમાં આવે છે, ગરીબ બીમાર નહીં તો આર્થિક તંગી નહીં, સફાઇ રાખીને આપણે ગરીબોનું ભલું કરીશું.'
મોદીના મનની વાત વાંચો તસવીરોમાં.. અને સાંભળો વીડિયોમાં....

સ્વચ્છ ભારત મિશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશનને યોગ્ય રીતે લાગુ કરવાનો લાભ ગરીબ લોકોને મળશે. વડાપ્રધાને 'મનની વાત'માં જણાવ્યું કે 'સ્વચ્છ ભારત મિશનનો લાભ ગરીબોને મળશે. તેઓ અમીર નહીં પરંતુ ગરીબ લોકો છે, જે તેમની આસપાસ ફેલાયેલી ગંદકીથી પ્રભાવિત થાય છે.'

'સ્વચ્છ ભારત મિશન'ની શરૂઆત
મોદીએ 2 ઓક્ટોબરના રોજ 'સ્વચ્છ ભારત મિશન'ની શરૂઆત કરી હતી. માતા પિતા હવે કહે છે કે તેમના બાળકો હવે ચોકલેટ ખાઇને રેપર રસ્તાઓ પર નથી ફેંકતા.

ખાદીનું વસ્ત્ર ખરીદવાની ભલામણ
મોદીએ જણાવ્યું કે ખાદીનું વેચાણ 125 ટકા સુધીનો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે 'મેં ગઇ વખતે લોકોને એક ખાદીનું વસ્ત્ર ખરીદવાની ભલામણ કરી હતી. મેં એવું ક્યારેય ન્હોતું કહ્યું કે ખાદીવાદી બની જાવ, પરંતુ દેશના લોકો અમારા વિચાર કરતા પણ ઘણા આગળ નીકળ્યા.'

મોદીને પત્ર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જે લોકોની ઇંટરનેટ અને સોશિયલ મીડિયા સુધી પહોંચ નથી. તેઓ તેમને વિભિન્ન મુદ્દાઓ પર પોતાના સૂચનો લઇને તેમને પત્ર લખી શકે છે. મનની વાત કાર્યક્રમમાં બીજી કડીમાં વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું કે તેમને બતાવવામાં આવ્યું છે કે લોકોની પાસે ઇ-મેલ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટની સુવિધા નથી.

મોદીને લખો પત્ર
મોદીએ જણાવ્યું કે 'જે લોકોની પાસે મનની વાત કાર્યક્રમના સંબંધમાં કોઇ સૂચનો હોય અને તે મને જણાવવા માંગતા હોય તો, તેઓ મનની વાત, આકાશવાણી, સંસદ માર્ગ, નવી દિલ્હીના સરનામા પર મને પત્ર લખી શકે છે. પત્ર મારી સુધી પહોંચી જશે.'

તમામ પત્ર પર ગંભીરતાથી વિચાર
મોદીએ જણાવ્યું કે 'આ તમામ પત્ર પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે કારણ કે આપનો પત્ર એ સાબિત કરે છે કે લોકો દેશ સાથે જોડાયેલ મુદ્દાઓને લઇને સક્રીય છે, જાગૃત છે.'
સાંભળો મોદીના મનની વાત...
અત્રે સાંભળો મોદીના મનની વાત...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
