KBC 13: કેબીસીના મંચ પર પતિની બુરાઈ ભારે પડી, મામલો કોર્ટ પહોંચ્યો!
કૌન બનેગા કરોડપતિ (KBC) શોમાં સ્પર્ધકો દરરોજ લાખો રૂપિયા જીતી રહ્યા છે. હોટ સીટ પર પહોંચ્યા બાદ બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન સ્પર્ધકોને તેમના જીવન સંઘર્ષો અને સિદ્ધિઓ વિશે પૂછે છે.
મુંબઈ, 26 સપ્ટેમ્બર : કૌન બનેગા કરોડપતિ (KBC) શોમાં સ્પર્ધકો દરરોજ લાખો રૂપિયા જીતી રહ્યા છે. હોટ સીટ પર પહોંચ્યા બાદ બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન સ્પર્ધકોને તેમના જીવન સંઘર્ષો અને સિદ્ધિઓ વિશે પૂછે છે. ગયા મહિને એક એપિસોડમાં KBC માં ભાગ લેનાર સ્પર્ધક શ્રદ્ધા ખરેએ તેના જીવનના સંઘર્ષો વિશે વાત કરી હતી. હવે શ્રદ્ધાના પતિએ શ્રદ્ધા, સોની ટીવી અને અમિતાભ બચ્ચન સામે અંગત બાબતો દેખાડવા બદલ કેસ દાખલ કર્યો છે.

અમિતાભ સામે દિલની વાત કહી હતી
શ્રદ્ધા ખરે પર તેના પતિ વિનય ખરેએ રાષ્ટ્રીય ટીવી પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. 20 સપ્ટેમ્બરે વિનય ખરેએ પોતાના ટ્વિટર પર આ મામલાની જાણકારી આપી હતી. હકિકતમાં શ્રદ્ધા ખરે અને વિનય વચ્ચે સ્થિતી સામાન્ય નથી અને તેમની લડાઈ હવે કોર્ટ સુધી પહોંચી છે. KBC હોટ સીટ પર બેઠેલી શ્રદ્ધાએ અમિતાભ બચ્ચન સમક્ષ પોતાની તમામ પીડા વ્યક્ત કરી હતી.

પતિ સપોર્ટ નહોતો કરતો
શ્રદ્ધાએ ટીવી પર કહ્યું કે, તેનો પતિ તેને સપોર્ટ કરતો નથી. શ્રદ્ધા તેના અંડર ટ્રાયલ કેસ વિશે જણાવતી વખતે પણ ભાવુક થઈ ગઈ હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન તેમને ચૂપચાપ સાંભળતા રહ્યા. આ એપિસોડના ટેલિકાસ્ટ બાદ હવે વિનય ખરેએ તેની પત્ની અને ચેનલ સામે કેસ દાખલ કર્યો છે.

ટ્વિટર પર પોતાની વાત શેર કરી
નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા વિનય ખરેએ લખ્યું કે, મારી પત્ની કેબીસીની હોટ સીટ પર બેઠી હતી અને તેણે અંડર ટ્રાયલ કેસમાં મારું અપમાન કર્યું છે. એટલા માટે આ લીગલ નોટિસ મોકલી છે. આ વ્યક્તિએ તેની પત્ની પર કાયદો પોતાના હાથમાં લેવાનો આરોપ લગાવ્યો છે. શ્રદ્ધા ખરેએ શો દરમિયાન કહ્યું હતું કે, તેના પતિએ ક્યારેય તેને સપોર્ટ કર્યો નથી. વિનય ખરેએ પણ પોતાના ટ્વીટમાં આનો જવાબ આપ્યો છે.

પત્નીને આંત્રપ્રિન્યોર બનાવી હોવાનો દાવો
વિનયે લખ્યું કે, મેં મારી બધી બચત મારી પત્નીને આંત્રપ્રિન્યોર બનાવવા માટે લગાવી. આજે તે આંતરરાષ્ટ્રીય બિઝનેસ ચલાવે છે અને તેના કેસના કારણે હું બેકાર છું. હવે તે અલગ અલગ કોર્ટમાં મારી પાસેથી વળતર માંગી રહી છે. ચેનલ પર નિશાન સાધતા વિનયે કહ્યું કે, ચેનલના લોકો અંડર ટ્રાયલ કેસમાં કેવી રીતે એકતરફી બતાવી શકે છે.

ચૈનલ પર આરોપ લગાવ્યો
વિનય ખરે તેના એક ઇન્ટરવ્યુમાં કહે છે કે, જો હું આતંકવાદી હોત અને મારી સામે કેસ ચાલતો હોત અને હું કેબીસીમાં આવ્યો હોત અને મારી વાત રાષ્ટ્રીય હિત વિરુદ્ધ હોત તો શું કેબીસી બીજી બાજુ જાણ્યા વગર તેને પ્રસારિત કરેત? તમને જણાવી દઈએ કે શોમાં પહોંચેલી શ્રદ્ધાનું નસીબ સારું નહોતું, તે માત્ર 10 હજાર રૂપિયા જ જીતી શકી હતી. તે જ સમયે, હવે તેણે તેના પતિ સાથે બીજા કેસમાં કાનૂની લડાઈ લડવી પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
