જાણો, દર વર્ષે કેટલુ કમાય છે ચિદમ્બરમ, કેટલી છે સંપત્તિ
ચિદમ્બરમની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ લગભગ 175 કરોડ રૂપિયા છે જે ઘોષિત છે પરંતુ તપાસ એજન્સીઓનુ માનવુ છે કે તેમની પાસે કેટલાય ગણી સંપત્તિ છે.
INX મીડિયા કેસમાં સીબીઆઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની ધરપકડ કરી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પી ચિદમ્બરમને તેમના જોરબાગ સ્થિત નિવાસ સ્થાનેથી ધરપકડ કરી લેવાયા. ચિદમ્બરમની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ લગભગ 175 કરોડ રૂપિયા છે જે ઘોષિત છે પરંતુ તપાસ એજન્સીઓનુ માનવુ છે કે તેમની પાસે કેટલાય ગણી સંપત્તિ છે.

ચિદમ્બર પાસે કેટલી સંપત્તિ
તમને જણાવી દઈએ કે ચિદમ્બરમ પર આરોપ લાગ્યો છે કે વર્ષ 2007માં જ્યારે તે દેશના નાણામંત્રી હતા ત્યારે તેમણે INX મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડમાંથી ગેરકાયદેસર રીતે સ્વીકૃતિ અપાવવા માટે લાંચ લીધી. આ લાંચના પૈસાથી તેમણે સ્પેનનમાં ટેનિસ ક્લબ ખરીદ્યુ. હવે તેમની સંપત્તિ વિશે જણાવીએ તો રાજ્યસભા ચૂંટણી માટે ચિદમ્બરમ દ્વારા ઘોષિત જાણકારી મુજબ તેમના અને તેમની પત્ની પાસે લગભગ 95.66 કરોડની સંપત્તિ છે. તેમના પર 5 કરોડ રૂપિયાનુ દેવુ છે. વળી, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બર પાસે 80 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ઘોષિત છે. જો આ આંકડાઓને મિલાવવામાં આવે તો ચિદમ્બરના પરિવાર પાસે કુર 175 કરોડની સંપત્તિ છે.
સ્પેન-બ્રિટનમાં સંપત્તિ
ચિદમ્બરમ પાસે વિદેશોમાં પણ સંપત્તિ છે. તેમની પાસે બ્રિટનની કેમ્બ્રિજમાં લગભગ 1.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. વળી, તેમણે સ્પેનમાં ટેનિસ કોર્ટ ખરીદ્યુ છે. ચિદમ્બરમ 3 કારના માલિક છે જેમા હોન્ડા સિટી, ટોયોટા ઈનોવા અને સ્કોડા શામેલ છે. વળી, તેમના સાંસદ પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને તેમની પત્ની પાસે લગભગ 80 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમના પુત્ર કાર્તિ પાસે વિદેશમાં કુલ 25 પ્રોપર્ટી છે. હાલમાં જ તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે કાર્તિ ચિદમ્બરમે સ્પેનના બાર્સિલોનામાં એક ટેનિસ ક્લબ અને બ્રિટનમાં કૉટેજ ખરીદ્યુ છે જેની કિંમત લગભગ 23 કરોડ છે.












Click it and Unblock the Notifications
