2021માં સ્વિગીને બિરયાની અધધ આટલા ઓર્ડર મળ્યા, આંકડા જોઈને વિચારતા થઈ જશો!
તમને એક એવો આંકડો જણાવીએ જેને જોઈને તમારી આંખો ફાટી રહી જશે. ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ 2021 માટે તેના આંકડા જાહેર કર્યા છે. ડેટા અનુસાર તેણે વર્ષ 2021માં સૌથી વધુ બિરયાની ડિલિવરી કરી છે.
નવી દિલ્હી, 22 ડિસેમ્બર : ભારતમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને ઓનલાઈન ફૂડ ઓર્ડર લેતી કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે. Zomato, Swiggy જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓનો બિઝનેસ ભારતમાં ફૂલીફાલી રહ્યો છે.

બિરયાની સતત 5મા વર્ષે ઓર્ડરની દ્રષ્ટિએ ટોચ પર છે
હવે અમે તમને એક એવો આંકડો જણાવીએ જેને જોઈને તમારી આંખો ફાટી રહી જશે. ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ 2021 માટે તેના આંકડા જાહેર કર્યા છે. ડેટા અનુસાર તેણે વર્ષ 2021માં સૌથી વધુ બિરયાની ડિલિવરી કરી છે. એટલે કે સ્વિગીને બિરયાનીના સૌથી વધુ ઓર્ડર મળ્યા છે. આશ્ચર્યજનક રીતે સ્વિગીની બિરયાની સતત પાંચમા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. એટલું જ નહીં આ વર્ષે બિરયાનીએ ઓર્ડરની બાબતમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.

સ્વિગીએ આ વર્ષે બિરયાનીના ઓર્ડરમાં નવો રેકોર્ડ બનાવ્યો
સ્વિગીના 2020ના ડેટા અનુસાર ભારતના લોકોએ પ્રતિ મિનિટ 90 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે આ વર્ષે આ આંકડો વધુ વધ્યો છે. આ વર્ષે ભારતના લોકોએ પ્રતિ મિનિટ 115 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. હવે હું તમને એ આંકડો જણાવીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. પ્રતિ મિનિટ 115 બિરયાનીના ઓર્ડર મુજબ સ્વિગીને આ વર્ષે બિરયાનીના 6,04,44,000 ઓર્ડર મળ્યા હતા. આ આંકડો બિલકુલ સાચો છે. સ્વિગીએ જાહેર કરેલા ડેટામાં આ માહિતી આપી છે. આ રિપોર્ટ સ્વિગીને 500 શહેરોમાં મળેલા ઓર્ડર પર આધારિત છે.

ચિકન બિરયાનીએ બાજી મારી
સ્વિગીની ચિકન બિરયાની ઓર્ડર કરવામાં બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, લખનૌ અને હૈદરાબાદ આગળ રહ્યા. વેજ બિરયાની કરતાં 4.3 ગણી વધુ ચીકન બિરયાની મંગાવવામાં આવી હતી. જો કે, મુંબઈમાં લોકોએ ચિકન બિરયાની કરતાં બમણી દાળ ખીચડીનો ઓર્ડર આપ્યો હતો. સ્વિગીના જણાવ્યા અનુસાર, ચિકન બિરયાનીનો ઓર્ડર ફક્ત તે લોકોએ જ આપ્યો ન હતો જેમણે તેનો સ્વાદ લીધો હતો, પરંતુ નવા લોકો પણ સામેલ હતા. આ પ્રથમ વાનગી હતી જે 4.25 લાખ નવા યુઝર્સ દ્વારા ઓર્ડર કરવામાં આવી હતી.

વેજ બિરયાનીના કેટલા ઓર્ડર મળ્યા?
આ તો નોન-બેજ બિરયાનીની વાત છે, હવે આપણે સ્વિગીની વેજ બિરયાની પર આવીએ તો જ્યારે સ્વિગીને પૂછવામાં આવ્યું કે તેને વેજ બિરયાનીના કેટલા ઓર્ડર મળ્યા? જેના પર સ્વિગીએ જવાબ આપ્યો કે તેની તમામ બિરયાની શ્રેષ્ઠ બિરયાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
