અમારી અને તમારી ભારતીય રેલવેની 20 ખાસ વાતો
નવી દિલ્હી, મયંક દીક્ષિત- જો તમે રેલવે બજેટના જટિલ સમાચારો અને બ્રેકિંગ સમાચારોમાં ફસાઇ ગયા છે તો વાંચો ભારતીય રેલવેની લાંબી યાત્રા એકદમ સરળ અને સંક્ષિત વર્જનમાં. પાટાથી એન્જિન, એન્જિનથી ડબ્બા, ડબ્બાથી જનરલ, જનરલથી સ્લીપર ક્લાસ અને સ્લીપર ક્લાસથી એ.સી સુધીની સુહાની સફર-

સત્રહવીં શતાબ્દીનો વિચાર
સત્રહવેં શતાબ્દીમાં નૂરથી માંડીને યાત્રા માટે લોર્ડ ડેલહાઉસીએ દેશમાં એક ઇન્ડિયન રેલવે નેટવર્ક શરૂ કરવાનો વિચાર કર્યો હતો.

સૌથી પહેલી ટ્રેન
16 એપ્રિલ 1853ના રોજ મુંબઇથી ઠાણે વચ્ચે પ્રથમ ટ્રેન દોડી. આ સફરનું અંતર 35 કિલોમીટર હતું.

પ્રથમ પેસેન્જર ટ્રેન
15 ઓગષ્ત 1854માં હાવડાથી હુગલી વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી. 3 માર્ચ 1859માં અલ્હાબાદ અને કાનપુર વચ્ચે રેલ સેવાની શરૂઆત થઇ.

સ્ટીમર પર લાદવી પડી ટ્રેન
1 ઓગષ્ટ 1864ના રોજ કલકત્તાથી આવી પ્રથમ ટ્રેન, ખાસ વાત એ રહી કે અલ્હાબાદમાં સ્ટીમર પર લાદીને પાર કરાવવામાં આવી ગંગા.

ક્યારે આવ્યો ફર્સ્ટ કલાસ ડબ્બો
1872માં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો એર કૂલરની સુવિધાની શરૂઆત થઇ. ત્યારબાદથી આધુનિકતાની નવી પરિભાષા રચવામાં આવી.

આટલો થયો ફેલાવો
સન 1880નો સમય આવતાં-આવતાં રેલવોનો ફેલાવો 14,400 કિલોમીટર સુધી પહોંચી ચૂક્યો હતો.

ડબ્બામાં ટોઈલેટ
1891માં રેલવે દ્વરા લોકોની સુવિધા માટે એક પહેલ કરવામાં આવી. પ્રથમ શ્રેણીના ડબ્બામાં ટોઈલેટની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ નિચલી શ્રેણીના ડબ્બામાં ટોઈલેટની વ્યવસ્થા કરવામાં ઘણો સમય લાગ્યો.

પ્રથમ રેલવે એન્જીન
1899માં 'લેડી કર્જન' નામનું પ્રથમ રેલવે એન્જીન અજમેરમાં બનાવવામાં આવ્યું. ત્યારબાદથે ટેક્નોલોજી કુશળતાનો જોરદાર પ્રયોગ કરવામાં આવ્યા.

નિચલી શ્રેણીમાં ટોઈલેટ
નિચલી શ્રેણીના ડબ્બામાં ટોઈલેટની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદથી જનસાધારણ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવવા લાગ્યો.

સામાન્ય બજેટ, રેલવે બજેટ અલગ
1924માં એક્વર્થે સામાન્ય બજેટથી રેલવે બજેટને અલગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે સ્વિકાર કરી લેવામાં આવ્યો અને રેલવેના બજેટને સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં આવ્યું.

નવા રૂપમાં રજૂ થયું બજેટ
1925માં સામાન્ય બજેટથી રેલવે બજેટ અલગ થયા બાદ નવા રંગરૂપમાં પ્રથમ રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું.

એ.સી.વાળી રેલગાડે
1936માં લોકોને આરામદાયક મુસાફરી આપવા માતે એર કંડીશનર ડબ્બાઓની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદથી લગ્ઝરીની ડિમાંડ રેલવેમાં વધવા લાગી.

બનવા લાગ્યા એન્જીન
26 જાન્યુઆરી 1950ના રોજ જ્યાં પ્રજાસત્તાકની ઇંટ મુકવામાં આવી રહી હતી ત્યારે ચિતરંજન લોકો વર્ક્સની સ્થાપના કરવામાં આવી. પ્રથમ સ્ટીમ એન્જીન 'દેશબંધુ' અહીં બન્યું હતું. હવે અહીંયા ઇલેક્ટ્રિક એન્જીન બનાવવામાં આવે છે.

મુસાફરી આનંદદાયક
1952માં પેસેન્જર શ્રેણી ડબ્બામાં લાઇટ અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી મુસાફરોને રેલવેની મુસાફરી આનંદદાયક બને

સેકન્ડ ક્લાસ સ્લીપર
1967માં લાંબા અંતરની ટ્રેનોમાં સેકન્ડ ક્લાસના સ્લીપર ડિબ્બાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી લોકોને આરામ મળી શકે.

સ્ટીમ એન્જીનોનું ઉત્પાદન બંધ
1972માં સ્ટીમ એન્જીનોનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. તેના બદલે ડીઝલ તથા વિદ્યુત એન્જીનોએ લઇ લીધી હતી.

દિલ્હીમાં કોમ્પ્યૂટરકૃત રિઝર્વેશન
1986નો સમયગાળો હતો જ્યારે રેલવેમાં ટેક્નોલોજીએ પોતાનો પગ જમાવી લીધો. 1986માં દિલ્હીમાં કોમ્પ્યૂટરકૃત રિઝર્વેશન શરૂ થઇ ગયું.

વિશ્વ ધરોહર
2 ડિસેમ્બર 1999માં દાર્જીલિંગ હિમાલયન રેલવેને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો.

દૂરંતો એક્સપ્રેસ
2009-10માં તત્કાલીન રેલવે મંત્રી મમતા બેનર્જીએ દૂરંતો એક્સપ્રેસની સાથે યુવા એક્સપ્રેસની શરૂઆત કરી. જો કે સમાચાર એવા પણ છે કે આ એક્સપ્રેસના રોકાવવાના સ્ટેશન વધારવામાં આવશે.

બજેટ 2014
2013-14 આ વખતનું મહત્વપૂર્ણ બજેટ વર્ષ છે, જેમાં બુલેટ ટ્રેનોથી માંડીને ઘણી સેમી હાઇસ્પીડ ટ્રેનોની શરૂઆત પર ભાર મૂકવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
