Hindu Sena chief Vishnu Gupta : કોણ છે વિષ્ણુ ગુપ્તા? જેને અજમેર દરગાહમાં હિન્દુ મંદિર હોવાનો દાવો કર્યો
Hindu Sena chief Vishnu Gupta : ભારતમાં આજકાલ મસ્જિદોના નામે હિંસા ફેલાવીને લોકોના જીવ લેવાની સિઝન ચાલી રહી છે. આ હિંસામાં એક નામ વાંરવાર લેવાય છે તે હિન્દુ સેના અને વકીલ વિષ્ણુ શર્માનું છે.
અજમેર દરગાહને લઈને હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાવો કર્યો છે કે અજમેર શરીફ દરગાહ પહેલા ભગવાન મહાદેવનું મંદિર હતું. હવે આ મામલે વિવાદ થઈ રહ્યો છે.

25 સપ્ટેમ્બરે વિષ્ણુ ગુપ્તાએ અજમેરની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં એક શિવ મંદિર છે. કોર્ટે 27 નવેમ્બરે આ અરજી સ્વીકારી છે.
વિષ્ણુ ગુપ્તાએ માંગ કરી છે કે અજમેર દરગાહને સંકટ મોચન મહાદેવ મંદિર જાહેર કરવામાં આવે. અરજીમાં તેમણે દરગાહનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાની વાત કરી છે. તેમની માંગ છે કે ASI સર્વે કરાવાય અને હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર મળે.
27 નવેમ્બરે અજમેર કોર્ટે વિષ્ણુ ગુપ્તાની અરજી સ્વીકારી છે અને કોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) અને અજમેર દરગાહ સમિતિને નોટિસ જારી કરી છે. આ કેસની સુનાવણી 20 ડિસેમ્બરે થશે.
કોણ છે હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા?
- 38 વર્ષીય વિષ્ણુ ગુપ્તાનો જન્મ ઉત્તર પ્રદેશના એટાહમાં થયો છે. તે નાની ઉંમરે દિલ્હી આવ્યા હતા. શરૂઆતથી જ તેઓ હિંદુ રાષ્ટ્રવાદથી પ્રભાવિત રહ્યાં છે.
- એક વિદ્યાર્થી તરીકે વિષ્ણુ ગુપ્તા તેમના કોલેજકાળ દરમિયાન શિવસેનાની યુવા પાંખમાં જોડાયા હતા. 2008માં ગુપ્તા બજરંગ દળનો હિસ્સો બન્યા.
- 2011માં વિષ્ણુ ગુપ્તા અને અન્ય કેટલાક લોકોએ હિન્દુ સેનાની સ્થાપના કરી છે. હિન્દુ સેના દાવો કરે છે કે હવે તેના લાખો સભ્યો છે અને ભારતના લગભગ તમામ ભાગોમાં એકમો ધરાવે છે. હિન્દુ સેનાને શિવસેના કે આરએસએસ સાથે કોઈ સંબંધ નથી.
- હિંદુ સેનાની વેબસાઈટ અનુસાર, તેનો ઉદ્દેશ્ય કોઈપણ સ્વરૂપે ભારતમાં ઈસ્લામીકરણ, શરિયા કાયદાના અમલીકરણ, લવ જેહાદ અને ઈસ્લામિક ઉગ્રવાદનો વિરોધ કરવાનો છે અને તે ભારતની સાર્વભૌમત્વ અને સનાતન ધર્મને નુકસાન પહોંચાડતી કોઈપણ ક્રિયાનો વિરોધ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
