Hindenburg Report : હિંડનબર્ગના આરોપો મુદ્દે અદાણી ગ્રુપે જવાબ આપ્યો, જાણો શું કહ્યું?
Adani Group On New Hindenburg Report : ગૌતમ અદાણી અને તેમની કંપનીઓના કથિત ભ્રષ્ટાચાર પર હિંડનહર્ગના નવા ખુલાસાએ મોટો હંગામો સર્જ્યો છે.
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે લેટેસ્ટ અહેલાલમાં ગૌતમ અદાણીની કંપની અને સેબીની ચેરમેનની કથિત સંડોવણી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

હિંડનબર્ગના લેટેસ્ટ અહેવાલમાં સેબી ચેરમેન માધબી બુચ અને તેમના પતિ ધવલ બુચની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેબીના વડા બૂચ અને તેમના પતિ અદાણી સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. હવે હિંડનબર્ગના નવા હુમલા અંગે અદાણી ગ્રુપની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
અદાણી ગ્રુપે રવિવારે હિંડનબર્ગના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આરોપોને દૂષિત છેડછાડ વાળા ગણાવ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને ફગાવીને અદાણી ગ્રુપે આ આરોપોને તથ્યો અને કાયદાની અવગણના કરનાર ગણાવ્યા છે.
અદાણી ગ્રુપે દાવો કર્યો કે હિંડનબર્ગે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. હિંડનબર્ગના અહેવાલને પાયાવિહોણા ગણાવતા અદાણી જૂથે તેને નફો મેળવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
નિવેદનમાં કંપનીએ જણાવ્યું કે, હિંડનબર્ગના તાજેતરના આરોપો એ હકીકતો અને કાયદાની અવગણના કરીને વ્યક્તિગત નફો મેળવવા માટે પૂર્વ-નિર્ધારિત નિષ્કર્ષ પર પહોંચવા માટે જાહેરમાં ઉપલબ્ધ માહિતીની દૂષિત, તોફાની અને છેડછાડ છે.
અમે અદાણી જૂથ સામેના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે બદનામ દાવાઓનું રિસાયક્લિંગ છે, જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, જે પાયાવિહોણા હોવાનું સાબિત થયું છે અને જે જાન્યુઆરી 2024 માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યુ છે.
જણાવી દઈએ કે, હિંડનબર્ગે શનિવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નવા રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો કર્યો અને દાવો કરવામાં આવ્યો છે કે સેબીના અધ્યક્ષ માધબી બુચ અને તેમના પતિનું ઓફશોર કંપનીઓમાં 10 મિલિયન યુએસ ડોલરનું રોકાણ હતું અને અદાણી ગ્રૂપ સંબંધિત ફંડ્સ હતા. સિંગાપોર, બર્મુડા જેવા સ્થળોએ રોકાણ કર હેવન દેશોમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, આ રોકાણો એ જ ભંડોળમાં કરવામાં આવ્યા હતા જેના આધારે આરોપોની તપાસ સેબીને સોંપવામાં આવી હતી. આ સાથે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બુચના પતિ ધવલ બ્લેકસ્ટોન ફંડમાં વરિષ્ઠ સલાહકાર છે અને તેમણે ત્યાં પણ મોટી હેરાફેરી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
