Himachal Pradesh Elections : કોંગ્રેસે જાહેર કરી 17 ઉમેદવારોની યાદી
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારની મોડી સાંજે તેના 17 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે દરેક પાર્ટી કમર કસી રહી છે.
Himachal Pradesh Elections : હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારની મોડી સાંજે તેના 17 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે દરેક પાર્ટી કમર કસી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે. જેથી આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

કોંગ્રેસ દ્વારા આ અગાઉ હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 46 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. આવા સમયે 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર થયા બાદ, હવે 63 બેઠકો પર નામો જાહેર કરવામાં આવ્યા છે.
17 ઉમેદવારની યાદી
કોંગ્રેસે ગુરુવારના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ભરમૌરથી ઠાકુર સિંહ ભરમૌરી,
ઈન્દોરાથી મલેન્દ્ર રાજન, દેહરાથી ડૉ.રાજેશ શર્મા, સુલાહથી જગદીશ સપેહિયા, કાંગડાથી સુરેન્દ્ર સિંહ કાકુને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે અન્નીથી બંસી લાલ કૌશલ, કારસોગથી મહેશ રાજ, નાચનથી નરેશ કુમાર, જોગીન્દરનગરથી સુરેન્દ્ર પાલ ઠાકુર, સરકાઘાટથી પવન કુમાર, ચિંતપૂર્ણીથી સુદર્શન સિંહ બબલુ, ગાગ્રેટથી ચૈતન્ય શર્મા, કુથૈલથી દેવેન્દ્ર કુમાર ભુટ્ટો, બિલાસપુરથી બંબર ઠાકુર નાલગઢથી હરદીપ સિંહ બાવા અને શિમલાથી હરીશ જનાર્થને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં થશે
અત્રે નોંધનીય છે કે, હિમાચલની 68 સીટો પર 12 નવેમ્બરના રોજ એક સાથે મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
Congress releases the second list of 17 candidates for the upcoming #HimachalPradeshElections. pic.twitter.com/v38GqVyMFm
— ANI (@ANI) October 20, 2022
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
