Himachal Pradesh Election 2022: કોંગ્રેસે જાહેર કર્યુ ઘોષણાપત્ર, રોજગાર, ફ્રી વીજળી સહિત આ મોટા એલાન કર્યા
કોંગ્રેસે આજે શનિવારે પાર્ટીના મુખ્યાલય શિમલામાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે.
Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે ચૂંટણી થવાની છે જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવાનુ છે. કોંગ્રેસે આજે શનિવારે પાર્ટીના મુખ્યાલય શિમલામાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે. જેમાં મતદારોને લોભાવવા માટે યુવાનોને રોજગાર, 300 યુનિટ ફ્રી વિજળી અને મહિલાઓને માસિક વળતર આપવા સહિત ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. આવો જાણીએ કોંગ્રેસના ઘોષણાપત્રના મોટા-મોટા એલાન...

- કોંગ્રેસ સત્તામાં આવશે તો જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવામાં આવશે.
- જો સત્તામાં આવશે તો 5 લાખ યુવાનોને રોજગાર મળશે.
- રાજ્યના રહેવાસીઓને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
- યુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે 680 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.
- રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્રમાં ચાર અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે. જ્યાં બાળકોને સારુ આપવામાં આવશે.
- તમામ ગામોમાં મોબાઈલ ક્લિનિક દ્વારા મફત સારવાર આપવામાં આવશે.
- ગાયના ગોબરના છાણા 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે.
ચૂંટણી ઢંઢેરાની જાહેરાત બાદ કોંગ્રેસના નેતા ધની રામ શાંડિલે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ હતુ કે આ માત્ર એક ઢંઢેરો નથી પરંતુ હિમાચલ પ્રદેશના ઈતિહાસ અને સંસ્કૃતિ અનુસાર બનેલો દસ્તાવેજ છે. કોંગ્રેસ પોતાના વચનો પુરા કરતી રહેશે. અમને ફક્ત લોકોના સમર્થન અને વિશ્વાસની જરૂર છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થયો હતો. ચૂંટણીમાં ભાજપે કુલ 44 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી. વળી, એક સીટ સીપીઆઈ અને એક સીટ અપક્ષ ઉમેદવારે જીતી હતી.
Congress releases its manifesto for the #HimachalPradeshElections; Chhatisgarh CM Bhupesh Baghel also present.
— ANI (@ANI) November 5, 2022
Congress promises 10 guarantees to the public incl implementation of OPS, Rs 1500 per month to women,300 units of free electricity & purchase of cow dung at Rs 2 per kg pic.twitter.com/PeKctGGazm
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
