હિમાચલ પ્રદેશ: 26 બેઠકો પર ભાજપે નોંધાવી જીત
ગુજરાત વિધાનસભાના પરિણામોની સાથે હિમાચલ પ્રદેશના પરિણામો પણ આજે જાહેર થયા છે જેમા ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ અંગે વધુ વાંચો અહીં
સોમવારે ગુજરાત ઉપરાંત હિમચાલ પ્રદેશમાં પમ મત ગણતરી શરૂ થઇ હતી. હિમાચલ પ્રદેશમાં 13મી વિધાનસભા ચૂંટણી માટે 9 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. ત્યાર બાદ ગુજરાતના મતદાન પર હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામોની અસર ન થાય એ માટે મત ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. આખરે 18 ડિસેમ્બરના રોજ ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ હતી. અત્યાર સુધીમાં 26 બેઠકો પર ભાજપની જીત નોંધાઇ છે.

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામોના મુખ્ય મુદ્દાઓ:
- જ્વાલી વિસ ક્ષેત્રથી ભાજપ અર્જુન ઠાકુરની જીત, કોંગ્રેસના ચંદ્ર કુમારની હાર
- કુટલેહડથી ભાજપના વીરેન્દ્ર કવંરની જીત
- રામપુરથી કોંગ્રેસના નંદલાલનો વિજય
- બિલાસપુર સદરથી ભાજપના સુભાષ ઠાકુર 6862 મતથી જીત્યા
- સીએમ વીરભદ્રના પુત્ર અને શિમલા ગ્રામીણથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્યસિંહ 4850 મતથી જીત્યા
- ધર્મશાળામાં ભાજપના કિશન કપૂર જૂત્યા
- કુલ્લૂમાં કોંગ્રેસના સુંદર સિંહનો વિજય
- ભરમોર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના જિયા લાલનો વિજય
- સોલનથી કોંગ્રેસના ધની રામ શાંડિલનો વિજય
- શિમલા શહેર બેઠક પર ભાજપના સુરેશ ભારદ્વાજે અપક્ષ ઉમેદવાર હરીશ જનરઠાને 1903 મતથી હરાવ્યા હતા.
- અન્ની બેઠક પર ભાજપના કિશોરીલાલે કોંગ્રેસના પારસરામને 5983 મતોથી હરાવ્યા
- લાહોલ સ્પીતિથી ભાજપના રામલાલ માર્કેંડયનો વિજય
- ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલ સુજનપુર બેઠકથી હાર્યા
- મંડીમાં ભાજપના અનિલ શર્મા 10885 મતોથી જીત્યા
- દેહરાથી અપક્ષ ઉમેદવાર હોશિયાર સિંહનો વિજય
- બેજનાથથી ભાજપના મુલ્ખરાજ પ્રેમી જીત્યા
- મનાલીથી ભાજપના ગોવિંદ ઠાકુરની જીત
- ઠિયોગથી સીપીઆઈએમના રાકેશ સિંઘાની જીત
- શિલાઇથી કોંગ્રેસના હર્ષવર્ધન ચૌહાણની જીત
- રોહડૂમાં કોંગ્રેસના મોહન લાલની જીત
- શિમલા શહેરથી ભાજપના સુરેશ ભારદ્વાજની સતત ત્રીજીવાર જીત
- કાંગડાથી ભાજપના પવન કુમારની જીત
- મંડીની બલ્હ બેઠક પર ભાજપના ઇન્દ્ર સિંહ ગાંધીની જીત
- કસુમ્પટીથી કોંગ્રેસ ઉમેદવાર અનિરુદ્ધ સિંહ 9296 મતથી જીત્યા
- જયસિંહપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર રવિન્દ્ર ધીમાનની જીત
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
