હિજાબ વિવાદ વચ્ચે કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, 16 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે કૉલેજ
ર્ણાટક સરકારે હિજાબ વિવાદ વચ્ચે મોટો નિર્ણય કર્યો છે અને ઘોષણા કરી છે કે...
નવી દિલ્લીઃ કર્ણાટક સરકારે હિજાબ વિવાદ વચ્ચે મોટો નિર્ણય કર્યો છે અને ઘોષણા કરી છે કે ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવતી કૉલેજ 16 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. કર્ણાટક સરકારે કહ્યુ છે કે તેમણે 16 ફેબ્રુઆરી સુધી કૉલેજ બંધ રાખવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણકે ઉચ્ચ ન્યાયાલયે હિજાબ પ્રતિબંધને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલુ રાખી છે. કૉલિજેએટ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ(ડીસીટીઈ) હેઠળ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને કૉલેજો સાથે સંબંધિત વિશ્વવિદ્યાલય 16 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

સંસ્થાઓને ઑનલાઈન ક્લાસ સંચાલિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો કે, સરકારે હજુ સુધી 11માં અને 12માં ધોરણના પ્રી-યુનિવર્સિટીને લઈને સ્પષ્ટ નિર્દેશ આપ્યા નથી. આ દરમિયાન ધોરણ 1-10 માટે સ્કૂલ સોમવાર, 14 ફેબ્રુઆરીથી ફરીથી ખુલશે કારણકે ઉચ્ચ ન્યાયાલયે છાત્રોને કોઈ પણ ધાર્મિક વસ્ત્ર પહેરવાથી રોકવા માટે એક અંતરિમ આદેશ આપ્યો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શુક્રવારે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી બધા જિલ્લાના ડેપ્યુટી કમિશનર(ડીસી), પોલિસ અધિક્ષક(એસપી), ડેપ્યુટી ડાયરેક્ટર ઑફ પબ્લિક ઈન્સ્ટ્રક્શન(ડીડીપીઆઈ) અને બધા જિલ્લા પંચાયચતોના સીઈઓ સાથે જમીની સ્થિતિ સમીક્ષા માટે મંત્રીઓ સાથે બેઠક કરી.
કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યુ કે કાયદો અને વ્યવસ્થાને દરેક કિંમતે જાળવી રાખવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવાના ઉપાય કરવા જોઈએ કે બહારથી કોઈ ઉત્તેજના ન થાય. ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યુ કે અધિકારીઓને મેદાન પર રહેવા અને પોતાના નિર્દિષ્ટ ક્ષેત્રોમાં સ્થિતિ પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉડુપી જ્યાંથી હિજાબ સમર્થક અને વિરોધી પ્રદર્શન શરૂ થયા હતા ત્યાં સુરક્ષાબળોએ ફ્લેગ માર્ચ કરી. જિલ્લામાં તણાવપૂર્ણ શાંતિ છે.












Click it and Unblock the Notifications
