કેજરીવાલની ધરપકડ મુદ્દે તાત્કાલિક સૂનાવણી કરવાનો હાઈકોર્ટનો ઈનકાર, જાણો કોર્ટે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કર્યા બાદ હવે તેમને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જો કે કોર્ટે આ મુદ્દે તાત્કાલિક સૂનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ અને બીજા દિવસે સાત દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ સીએમ કેજરીવાલે EDની કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી છે. આમ આદમી પાર્ટીએ અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી છે.

દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે તેમની સામે કેન્દ્રીય એજન્સી દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી અને EDની કાર્યવાહીને પડકારતી તેમની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
કેજરીવાલે દાવો કર્યો છે કે તેઓ તાત્કાલિક મુક્તિના હકદાર છે. કોર્ટે AAP વડાની અરજીને તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ અઠવાડિયે દિલ્હી લિકર પોલિસી સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી, જેના હેઠળ સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડના બીજા દિવસે EDએ સીએમ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસ એજન્સીની માંગ પર કોર્ટે કેજરીવાલને સાત દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
AAPના વડા કેજરીવાલે તેમની ધરપકડ સામે હવે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલે તેની ધરપકડ અને રિમાન્ડના આદેશને ગેરકાયદે ગણાવીને પડકાર્યો છે. તેમણે હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
હાઈકોર્ટે કેજરીવાલની અરજીને તરત જ સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો. તેમના વકીલે કહ્યું છે કે બુધવારે આ કેસમાં ફરી સુનાવણી માટે કોર્ટમાં માંગ કરવામાં આવશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ












Click it and Unblock the Notifications
