જાણો અમેઠીમાં રાહુલ ગાંધીને મ્હાત આપ્યા બાદ શું બોલ્યા સ્મૃતિ ઈરાની
જીત બાદ સ્મૃતિ ઈરાનીએ ખુશી વ્યક્ત કરીને કહ્યુ કે હું એ વાતથી ખુશ છુ કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભરોસો દર્શાવ્યો.
આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી ઉલટફેર ઉત્તર પ્રદેશના અમેઠીમાં જોવા મળી, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ પોતાની પારંપરિક સીટ પરથી ચૂંટણી હારી ગયા. ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ જ્યાં રાહુલ ગાંધીને મોટા અંતરથી મ્હાત આપી છે. આ જીત બાદ સ્મૃતિ ઈરાનીએ ખુશી વ્યક્ત કરીને કહ્યુ કે હું એ વાતથી ખુશ છુ કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભરોસો દર્શાવ્યો. અમેઠીના લોકોએ મત દ્વારા પોતાનો વિશ્વાસ મારામાં દર્શાવ્યો છે અને હું તેમનો આભાર માનુ છુ. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ચૂંટણી હાર્યા બાદ પણ છેલ્લા પાંચ વર્ષથી અહીં કામ કરી રહી છુ, એક વાર ફરીથી હું લોકોની સેવા કરીશ પરંતુ આ વખતે ચૂંટણી જીતીને લોકોની સેવા કરીશ.

તમને જણાવી દઈએ કે ચૂંટણી કમિશનની અધિકૃત ઘોષણા અનુસાર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને એકલા દમ પર ભાજપે 288 બેઠકો જીતી લીધી છે જ્યારે 15 સીટો પર આગળ ચાલી રહી છે. એટલે કે ભાજપના ખાતામાં 303 સીટો જતી દેખાઈ રહી છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો એક વાર ફરીથી કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન પણ ભાજપને કંઈ ખાસ પડકાર આપી શકી નહિ, અહીં પણ ભાજપે જબરદસ્ત જીત મેળવીને ગઠબંધનને બહારનો રસ્તો બતાવી દીધો છે. યુપીમાં ભાજપે 60 સીટો પર જીત મેળવી છે જ્યારે 2 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે બસપાના ખાતામાં 9 સીટો આવી ચૂકી છે, એક સીટ પર આગળ ચાલી રહી છે. વળી, સપા માત્ર પાંચ સીટો પર જ જીત મેળવી શકી છે.
કોંગ્રેસને માત્ર 50 સીટો પર જીત મળી છે જ્યારે 2 સીટો પર તે આગળ ચાલી રહી છે એટલે કે કોંગ્રેસને કુલ મળીને 52 સીટો મળતી દેખાઈ રહી છે માટે એક વાર ફરીથી કોંગ્રેસને લોકસભામાં વિપક્ષનો દરજ્જો મેળવવામાં મુશ્કેલી થશે. તમને જણાવી દઈએ કે વિપક્ષના નેતાનું પદ એ પાર્ટીને મળે છે જેની પાસે ઓછામાં ઓછી 55 સીટો હોય. ગઈ લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ માત્ર 44 સીટો પર જીત મેળવી શકી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
