જાણો શું છે આર્ટિકલ 35A અને કેમ થઈ રહ્યો છે વિરોધ?
અહીં જાણો શા માટે થઈ રહ્યો છે આર્ટિકલ 35Aનો વિરોધ અને શું મહત્વ છે આ કાયદાનું.
જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપનારી કમલ 35એ ની માન્યતાને પડકારતી અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની ખંડપીઠ આ મામલે સુનાવણી કરશે. સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે થનારી આ સુનાવણી ટાળવા માટે એક અરજી પણ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શુક્રવારે થનારી આ સુનાવણી માટે ઘાટીમાં બે દિવસના બંધનું આહવાન કરવામાં આવ્યુ છે. અહીં જાણો શું છે આર્ટિકલ 35A અને શા માટે થઈ રહ્યો છે વિરોધ.

શું છે અનુચ્છેદ 35એ
અનુચ્છેદ 35એ અંતર્ગત જમ્મૂ-કાશ્મીર સરકાર અને અહીંના વિધાનસભાને સ્થાયી નિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર મળી જાય છે. રાજ્ય સરકારને અધિકાર મળી જાય છે કે આઝાદી સમયે બીજી જગ્યાએથી આવેલા શરણાર્થિઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મૂ-કાશ્મીરમાં કોઈ સાનૂકુળતા આપવી કે નહીં. 14મે 1954ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આદેશ પર આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આ આદેશખ દ્વારા ભારતના સંવિધાનમાં નવો અનુચ્છેદ 35એ જોડી દેવામાં આવ્યો હતો.

શું કહે છે સંવિધાન
જણાવી દઈએ કે કાશ્મીર પર પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે મહારાજા હરિસિંહને ભારત સરકારની મદદ માગી અને બાદમાં1956માં જમ્મુ અને કાશ્મીરનું સંવિધાન બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી નાગરિકતાને પરિભાષિત કરવામાં આવી. આ સંવિધાન મુજબ સ્થાયી નાગરિક તે વ્યક્તિ છે જે 14મે 1954ના રોજ રાજ્યના નાગરિકો રહ્યા હોય અથવા તો તેની પહેલા 10 વર્ષથી રાજ્યમાં રહી રહ્યા હોય સાથે જ જેમણે ત્યાં સંપત્તિ હોય.

કાશ્મીરી મહિલાઓ પણ કરી રહી છે વિરોધ
કાશ્મીરી પંડિત મહિલાઓએ પણ એક અરજી કરી હતી જેમાં લિંગ આધારિત ભેદભાવનો આરોપ લગાવતા અનુચ્છેદ 35એને રદ કરવાની માંગણી કરવામાં આવી છે. મહિલાઓનું કહેવું છે કે જમ્મૂ અને કાશ્મીરમાં પેદા થવા છતાં જો તેઓ બહારના રાજ્યના પુરુષ સાથે લગ્ન કરી લે તો તેમનો કાશ્મીરમાં સંપત્તિ ખરીદવાનો કે માલિકીની જમીન બાળકોને આપવાનો હક ગુમાવી બેસે છે. બહારના રાજ્યના પુરુષો સાથે લગ્ન કરવાથી તેમની રાજ્યની સ્થાયી નાગરિકતા ખતમ થઈ જાય છે જ્યારે પુરુષો સાથે તેવું નથી થતું. આવી રીતે આ કાયદો જમ્મૂ-કાશ્મીરની મહિલાઓ સાથે લિંગ આધારિત ભેદભાવ કરે છે.

શા માટે હટાવવામાં આવી રહ્યો છે કાયદો
આઝાદી વખતે જમ્મુ અને કાશ્મીર એ સ્વતંત્ર રાજ્ય હતું પણ જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે કાશ્મીરે ભારતની મદદ માગી અને બદલામાં ભારતમાં જોડાઈ જવાની અનુમતિ દર્શાવી. ભારતીય સેના કાશ્મીર પહોંચે તે પહેલા જ પાકિસ્તાને પીઓકે પડાવી લીધું હતું. ત્યારે સંવિધાનમાં સુધારો કરી 370 કલમ ઉમેરીને કાશ્મીરને ભારતમાં ઉમેરી વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે 370ના આર્ટિકલ 35એ અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી કે ભારતના અન્ય રાજ્યનો કોઈ નાગરિક જમ્મુ કે કાશ્મીરમાં મકાન, જમીન કે કોઈપણ પ્રકારની સંપત્તિ ખરીદી શકશે નહીં. આ પણ વાંચો- કલમ 35એ ની માન્યતા પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી, ઘાટીમાં બંધ
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
