કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો આઈડિયા લઈને આવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો એક નવો આઈડિયા લઈને આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો એક નવો આઈડિયા લઈને આવ્યા છે. મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી ઘ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેઓ એક પ્રાઇવેટ કંપનીને દિલ્હીની કૃષિ યોગ્ય જમીન પર સોલાર પેનલ લગાવવા માટે પરમિશન આપશે. જેના ઘ્વારા ખેડૂત એક લાખ રૂપિયા પ્રતિ એકડ કમાણી કરી શકશે. તેમને આ મોડલને એક આદર્શ મોડલ ગણાવતા કહ્યું કે તેને આખા દેશમાં લાગુ કરવામાં આવી શકે છે, જેના ઘ્વારા ખેડૂતોની આવક ડબલ કરી શકાય છે.

9 મહિનામાં લાગુ થશે
દિલ્હી સરકારની કેબિનેટ ઘ્વારા આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો. આ નિર્ણય ઘ્વારા પાર્ટીની ગ્રામીણ વોટ બેંક ચોક્કસ મજબૂત થશે. આ યોજનાને 9 મહિનામાં પ્રદેશમાં લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ આ વિભાગ ઘ્વારા જે વીજળીનું ઉત્પાદન થશે તેને અલગ અલગ વિભાગ 4 રૂપિયા પ્રતિ યુનિટ હિસાબે ખરીદશે.

આવક ડબલ થશે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સોલાર પેનલ 3.5 મીટરની ઉંચાઈ પર લગાવવામાં આવશે જેથી કૃષિને કોઈ પણ અસર નહીં થાય. હાલમાં ખેડૂત 30 હજાર રૂપિયા પ્રતિ વર્ષ કમાય છે પરંતુ આ યોજના પછી તેમની આવક ત્રણ ચાર ગણી વધી જશે. આપણે જણાવી દઈએ કે દિલ્હીનો મોટાભાગનો વિસ્તાર અર્બન વિસ્તારમાં આવે છે. અહીં લગભગ 34700 હેક્ટર જમીન ફળદ્રુપ છે.

દેશભરમાં લાગુ થઇ શકે છે
આર્થિક સર્વે અનુસાર હાલમાં 0.71 ટકા વસ્તી ખેતી સાથે જોડાયેલી છે. સરકારના ગ્રીન બજેટ અનુસાર ખેડૂતોને આ સોલાર પેનલ માટે કોઈ પણ પ્રકારની ચુકવણી નહીં કરવી પડે. આ યોજનાને કારણે ક્લીન એનર્જી અભિયાનને બળ મળશે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજના આખા દેશ માટે એક આદર્શ યોજના બની શકે છે. આ યોજના માટે દિલ્હીમાં પહેલાથી જ 5 પ્રાઇવેટ કંપનીઓ ઘ્વારા આવેદન આપી દેવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
