Hemant Soren : હેમંત સોરેન ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી બન્યા
Hemant Soren : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને બીજેપીની જોડતોડની રાજનીતિને કાંટાની ટક્કર આપનારા હેમંત સોરેન ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.
ઝારખંડના સીએમ ચંપાઈ સોરેનના રાજીનામા બાદ હવે હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાંચીના રાજભવનમાં હેમંત સોરેનના શપથ સમારોહ દરમિયાન JMM સહિત સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની 31 જાન્યુઆરીના રોજ જમીન પર કબજો કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
ઝારખંડ હાઈકોર્ટે તેમને 28 જૂને જામીન આપ્યા છે. જામીનનો આદેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ સોરેન આ કેસમાં દોષિત જણાતા નથી.
ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન તેમની પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિ પછી ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
હેમંત સોરેનને જામીન મળ્યા બાદ ઝારખંડના કાર્યવાહક મુખ્યમંત્રી ચંપાઈ સોરેને બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી રાજ્યપાલે હેમંત સોરેનને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. રાજ્યપાલ તરફથી આમંત્રણ મળ્યા બાદ હેમંત સોરેને આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લીધા.
જણાવી દઈએ કે, સીએમ હેમંત સોરેન વિરુદ્ધ પાંચ મહિના પહેલા કથિત જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે ધરપકડ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ચંપાઈ સોરેનને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
ચંપાઈ સોરેને બુધવારે જ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ સાથે રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
