કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, હવામાં સંતુલન ગુમાવતા છોડવું પડ્યું
Helicopter crash in Kedarnath: ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતની ઘટના સામે આવી છે. કેદારનાથમાં હેલિકોપ્ટરને એરલિફ્ટ કરી રહેલું MI-17 એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે.
હેલિકોપ્ટરના ભારે વજનને કારણે, MI-17 સંતુલન ગુમાવી રહ્યું હતું, જેના કારણે હેલિકોપ્ટરને હવામાં જ છોડી દેવાની ફરજ પડી હતી. જેના કારણે હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, જે હેલિકોપ્ટરને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, તેને રિપેર કરવાનું હતું, પરંતુ રિપેર કરવા લઈ જતા સમયે તે કેદારનાથમાં ક્રેશ થયું હતું.

ટેક્નિકલ ખામીના કારણે આ હેલિકોપ્ટરને 24 મે, 2024ના રોજ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જે બાદ તેને એરલિફ્ટ કરીને રિપેરિંગ માટે લઈ જવામાં આવી રહ્યું હતું.
જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું કે, એમઆઈ-17 એરક્રાફ્ટની મદદથી શનિવારના રોજ ગૌચર એરસ્ટ્રીપથી હેલિકોપ્ટરને લઈ જવાની યોજના હતી, પરંતુ હેલિકોપ્ટરના વજન અને હવાના દબાણને કારણે એરક્રાફ્ટ પોતાનું સંતુલન ગુમાવવા લાગ્યું હતું.
જેના કારણે હેલિકોપ્ટરને થારુ કેમ્પ પાસે છોડવું પડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન ન હતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.
#WATCH | Uttarakhand | While bringing a faulty helicopter from Kedarnath with another helicopter, the helicopter broke down and crashed. There is no loss of life, search operation of SDRF continues: SDRF
— ANI (@ANI) August 31, 2024
(Visuals Source: SDRF) pic.twitter.com/fzUEhHgRFH
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
