યુક્રેનમાં સ્કુલની બિલ્ડિંગ સાથે ટકરાયુ હેલિકોપ્ટર, 1નુ મોત, 5 ઘાયલ, બાળકો ફસાયા હોવાની આશંકા
ધ મિરરના અહેવાલ મુજબ આ ઘટના એક નર્સરી પાસે બની હતી જ્યાં ઘણા બાળકો પણ ફસાયા હોવાની આશંકા છે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા વિડિયોમાં હેલિકોપ્ટર ટકરાયા બાદ બિલ્ડિંગ સળગી ગયેલી જોવા મળી હતી.
યુક્રેનની રાજધાની કિવ નજીકના શહેરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, યુક્રેનિયન શહેર બ્રોવરીમાં એક હેલિકોપ્ટર એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું. અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિના એક સહાયકે કહ્યું કે ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જાનહાનિની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે જ્યારે એકનું મોત થયું છે.

ધ મિરરના અહેવાલ મુજબ આ ઘટના એક નર્સરી પાસે બની હતી જ્યાં ઘણા બાળકો પણ ફસાયા હોવાની આશંકા છે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલા વિડિયોમાં હેલિકોપ્ટર ટકરાયા બાદ બિલ્ડિંગ સળગી ગયેલી જોવા મળી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયે આજે સવારે આ વિસ્તારમાં એક પ્લેન નીચે પડવાની પુષ્ટિ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરીલો ટિમોશેન્કોએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર લખ્યું છે કે તેઓ જાનહાનિ અને સંજોગો વિશે માહિતી મેળવવા માટે કામ કરી રહ્યા છે.
🇺🇦⚡️ Footage of the consequences of a helicopter crash in the Kiev region appeared.#ukrainewar #kyiv #kiev #ukraine pic.twitter.com/wdY1pAYexV
— hem_day (@hem_day) January 18, 2023
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, બ્રોવરી શહેરમાં કિન્ડરગાર્ટન અને રહેણાંક મકાન નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર ફાઈટર અકસ્માત સ્થળે કામ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં ઓછામાં ઓછા પાંચ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે જ્યારે હેલિકોપ્ટર પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
