મુંબઈમાં ભારે વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ, 24 રૂટ પર બસો કરાઈ ડાયવર્ટ

એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં ભારે વરસાદે આફત પેદા કરી દીધી છે.

મુંબઈઃ એક વાર ફરીથી માયાનગરી મુંબઈમાં ભારે વરસાદે આફત પેદા કરી દીધી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વળી, ઠેર-ઠેર ટ્રાફિક જામ થઈ ગયો છે. બીએમસીએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. મુંબઈમાં પાણી ભરાઈ જવાના કારણે 24 રૂટ પર બસોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આજે ચેમ્બૂર, કાંદીવલી, વર્લી, દાદર વિસ્તારમાં સૌથી વધુ અને આખો દિવસ વરસાદ રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ છે.

મુંબઈમાં ભારે વરસાદની અસર, ઘણી જગ્યાએ ટ્રાફિક જામ

મુંબઈમાં ભારે વરસાદની અસર, ઘણી જગ્યાએ ટ્રાફિક જામ

વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ કે આવતા ત્રણ કલાકમાં અહીં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સંભવ છે માટે લોકોને અપીલ કરવામાં આવી છે કે તે ઘરોમાં જ રહે, વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ, પાલઘર, સિંધુદૂર્ગ, રત્નાગિરિ, કોહલાપુર, ઔરંગાબાદ, જાલના, પરભણી, નાંદેડ, જલગાંવ અને નંદૂરબારમાં આંધી તોફાન આવી શકે છે.

મુંબઈમાં ઠેર-ઠેર ભરાયા પાણી

વળી, સાઉથ-સેન્ટ્રલ મહારાષ્ટ્ર, પૂર્વ-પશ્ચિમ વિદર્ભમાં પણ સતત વરસાદના અણસાર છે. વિભાગના જણાવ્યા અનુસાર પાલઘર-રાયગઢ અને ઠાણે વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ મુંબઈમાં ભારે વરસાદનુ એલર્ટ જારી થયુ છે.

શું સાવચેતી રાખવી

ગેસ અને વીજળીના કનેક્શન બંધ રાખવા, ગેસ લીક હોય તો સતર્ક થઈ જવુ. જો નીચાણવાલા વિસ્તારમાં રહેતા હોય તો ત્યાંથી કોઈ સુરક્ષિત સ્થળો જતા રહો. ઉકાળેલુ અને ક્લોરિનયુક્ત પાણી જ પીવો. સીવરેજ, ખુલ્લા નાળા અને ગટર વગેરેથી દૂર રહો. તૂટેલા તાર, વીજળીના ખંભા વગેરેને જોઈલે ચાલો. કાટમાળ વગેરેનુ ધ્યાન રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X