ચંદ્રબાબુ નાયડુ હોઈ શકે છે દેશના આગામી પ્રધાનમંત્રીઃએચ ડી દેવગૌડા
કોંગ્રેસના પોતાના જ સહયોગી જેડીએસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દેશના આગામી પ્રધાનમંત્રી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે. તે ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી છે. વળી, કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહી છે. પરંતુ હવે કોંગ્રેસના પોતાના જ સહયોગી જેડીએસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દેશના આગામી પ્રધાનમંત્રી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. દેવગૌડાએ એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ દેશના પ્રધાનમંત્રી કેમ ના બની શકે.

નાયડુ બની શકે છે દેશના આગામી પ્રધાનમંત્રી
જેડીએસના પ્રમુખ દેવગૌડાએ કહ્યુ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દેશના આગામી પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે કહ્યુ કે ટીડીપી 150 વિધાનસભા સીટો પર જીત મેળવશે અને લોકસભા ચૂંટણીમાં 20 સીટો પર જીતશે. દેવગૌડાએ કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ સ્થાનિક દળોના ગઠબંધનની આગેવાની કરશે. જો કે તેમણે ટીઆરએસ પ્રમુખ અને તેલંગાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ વિશે કંઈ કહ્યુ નહિ. તમને જણાવી દઈએ કે કેસીઆર અને દેવગૌડા પાસે સમર્થન માંગ્યુ હતુ.

ભાજપને સત્તામાંથી બહાર કરવાનો સમય
આંધ્ર પ્રદેશના લોકોને અપીલ કરીને દેવગૌડાએ કહ્યુ કે ભાજપને સત્તામાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે, લોકોને ટીડીપી ઉમેદવારોને મત આપવો જોઈએ. તેમણે કહ્યુ કે ભગવા દળને આ ચૂંટણીમાં ધૂળ ચાટવી પડશે કારણકે તેણે ચૂંટણીના કરેલા પોતાના વચનો પૂરા નથી કર્યા. ભાજપે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર નથી કર્યો. દેવગૌડા અને નાયડુએ આંધ્ર પ્રદેશમાં રેલીને સંબોધિત કરી હતી. દેવગૌડાએ કહ્યુ કે વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીને મત આપવાનો કોઈ ફાયદો નથી કારણકે તેમની સામે ઘણા ગુનાહિત કેસ ચાલી રહ્યા છે.

નાયડુની ખૂબ પ્રશંસા કરી
આ રેલી દરમિયાન પોતાના ભાષણની શરૂઆતમાં દેવગૌડાએ કહ્યુ કે ટીડીપી ઝિંદાબાદ, ચંદ્રબાબુ ઝિંદાબાદ. તેમણે આ દરમિયાન નાયડુની ખૂબ પ્રશંસા કરી અને અમરાવતીના વિકાસ માટે કરેલા તેમના પ્રયત્નની પણ પ્રશંસા કરી. નાયડુએ પણ દેવગૌડાની પ્રશંસા કરતા કહ્યુ કે મુશ્કેલીના સમયમાં પણ દેવગૌડા સેક્યુલર રાજકારણનું સમર્થન કર્યુ અને દેશની અખંડતાને બચાવવામાં વિશેષ યોગદાન આપ્યુ. રસપ્રદ વાત એ છે કે ભાષણ દરમિયાન દેવગૌડાએ એક વાર ચંદ્રબાબુ નાયડુને આદરણીય પ્રધાનમંત્રી કહીને પણ સંબોધિત કર્યા. જો કે બાદમાં તેમણે પોતાને સુધારતા કહ્યુ કે આગામી પ્રધાનમંત્રી. તેમણે સ્પષ્ટ કર્યુ કે હું પીએમ પદની રેસમાં નથી.

સંસ્થાઓને બરબાદ કરી દીધી
દેવગૌડાએ કહ્યુ કે બધી સરકારી સંસ્થાઓને બરબાદ કરી દેવામાં આવી. મોદીને કોણ પડકારશે એ એક મુદ્દો છે. આ મીડિયામાં ચાલી રહ્યુ છે, નાયડુએ આની જવાબદારી લીધી છે. મોદીએ દેશની લોકતાંત્રિક સંસ્થાઓને બરબાદ કરી છે. પીએમ મોદી પર હુમલો કરતા દેવગૌડાએ કહ્યુ કે દેશમાં અઘોષિત ઈમરજન્સી હતી. તેમણે કહ્યુ કે કેન્દ્રની ભાજપ સરકાર સીબીઆઈ અને ઈડીનો વિરોધી પક્ષો સામે ઉપયોગ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
