પાયલટ જૂથની અરજી પર હાઈકોર્ટ 24 જુલાઈએ સંભળાવશે ચુકાદો
રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ પર હાઈકોર્ટ હવે 24 જુલાઈએ ચુકાદો સંભળાવશે.
રાજસ્થાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલ અશોક ગહેલોત વિરુદ્ધ સચિન પાયલટ રાજકીય સંગ્રામ હવે હાઈકોર્ટમાં છે. વિધાનસભા સ્પીકર દ્વારા અયોગ્યતા નોટિસ સામે સચિન પાયલટ અને કોંગ્રેસના 18 અન્ય વિદ્રોહી ધારાસભ્યોની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ચૂકી છે. રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ પર હાઈકોર્ટ હવે 24 જુલાઈએ ચુકાદો સંભળાવશે. મંગળવારે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ જૂથની અરજી પર બપોરે બે વાગે સુનાવણીમાં ઉચ્ચ ન્યાયાલયે સ્પીકરને ત્યાં સુધી માટે ધારાસભ્યો પર કાર્યવાહી ન કરવા માટે કહ્યુ છે.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી
સુનાવણી બાદ સીએમ અશોક ગહેલોતે પણ પોતાના સમર્થક ધારાસભ્યોની પ્રશંસા કરીને કહ્યુ કે તમારે વધુ થોડા દિવસ હોટલમાં રહેવુ પડી શકે છે. તમને જણાવી દઈએ કે સચિન પાયલટ જૂથની અરજી પર અદાલતે શુક્રવારથી સુનાવણી શરૂ કરી હતી. ત્યારબાદ સોમવાર અને મંગળવારે પણ અરજી પર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી.
|
નોટિસનો જવાબ આપવાનો પણ સમય આપ્યો નહોતો
મંગળવારની સવારે 10.30 વાગ્યાની સુનાવણીમાં સચિન પાયલટના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યુ હતુ કે સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યો સામે ફરિયાદવાળા દિવસે જ વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્યતા નોટિસ જારી કરી દીધી. નોટિસ જારી કરવા માટે કોઈ કારણ નોંધવામાં આવ્યુ નહોતુ અને નિયમો અનુસાર તેમણે કોરોના સંકટમાં નોટિસનો જવાબ આપવાનો પણ સમય આપ્યો નહોતો.

હાઈકોર્ટમાં આજે સુનાવણી પૂરી
તમને જણાવી દઈએ કે પોતાની જ પાર્ટી સામે વિદ્રોહી તેવર અપનાવનાર સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ કોંગ્રેસે વિધાનસભામાંથી પણ અયોગ્ય ઘોષિત કરી દીધા હતા. વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 બાગી ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ હોવાના આરોપમાં અયોગ્ય ગણાવવા માટે નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો. આ નોટિસ સામે પાયલટ ગ્રુપે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો જેના પર હાઈકોર્ટમાં આજે સુનાવણી પૂરી થઈ ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
