ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં જોડાઈ
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. હસીન જહાં મુંબઈ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ છે.
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. હસીન જહાં મુંબઈ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ છે. આપને જણાવી દઈએ કે મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંનેનો મામલો કોર્ટમાં છે. હસીન જ્હાએ માર્ચ મહિના પહેલા પોતાના પતિ મોહમ્મદ શમી પર દગો આપવા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: મોહમ્મદ શમી અને હસીન જહાંની લડાઈમાં માસૂમ દીકરીનું નુકશાન

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ
આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

શેર કર્યા ઘણા ફોટો
હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

દર મહિને 10 લાખ રૂપિયાની માંગ
એટલું જ નહીં પરંતુ હસીન જ્હાએ પોતાની દીકરીના ખર્ચ માટે શમી પાસે દર મહિને 10 લાખ રૂપિયાની માંગ કરી હતી, જેને કોર્ટમાં રદ કરી દેવામાં આવી. કોર્ટે શમીને આદેશ આપ્યો હતો કે તેઓ હસીન જહાંને દર મહિને 80 હજાર રૂપિયા ભથ્થા તરીકે આપે.

બોલિવૂડ ડેબ્યુ
એક પ્રોફેશનલ મોડલ અને કોલકાતા નાઈટ રાઇડરની પૂર્વ ચીયર લીડર હસીન જહાંએ વર્ષ 2014 દરમિયાન મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા પછી મોડેલિંગ છોડી દીધું હતું. પરંતુ હવે હસીન જહાં ખુબ જ જલ્દી બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે. ડાયરેક્ટર અમજદ ખાનની આવનારી ફિલ્મ "ફતવા" માં હસીન જહાં એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
