Haryana : INLD ના પ્રદેશ અધ્યશ્ર નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા, 50 રાઉન્ડ ગોળીબારમાં અન્ય કાર્યકર્તાનો જીવ
ઇન્ડિયન નેશનલ લોક દળના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની હરિયાણાના બહાદુરગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટનામા્ં પક્ષના અન્ય કાર્યકર જયકિશનનું પણ ફાયરિંગમાં મોત થયું છે. INLD નેતા અભય ચૌટાલાએ પણ પાર્ટી કાર્યકરના મૃત્યુની પુષ્ટિ કરી છે.

હ્યુન્ડાઈ i10માં આવેલા શૂટર્સે નફે સિંહ રાઠીની કાર પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં કેટલાક સુરક્ષા કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ છે.
ઝજ્જરના એસપી અર્પિત જૈને કહ્યું કે, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને એસટીએફની ટીમોએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.
ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ચાર લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેનું વધુ પડતું રક્તસ્ત્રાવ થવાને કારણે મૃત્યુ થયું છે.
ડૉ. મનીષ શર્માએ જણાવ્યું કે,. અન્ય બે લોકોને ખભા, છાતી અને જાંઘમાં ગોળી વાગી હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ નફે સિંહ રાઠીને ગોળી મારવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે. તેમણે રાઠીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ ઘાયલ સુરક્ષા કર્મચારીઓના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
