હુડાઃ હરિયાણામા સારી સરકાર બનાવવા માટે સાથે આવે કોંગ્રેસ, જેજેપી, ઈનેલો અને અપક્ષ
હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડાએ કહ્યુ છે કે હરિયાણામાં ભાજપ સામે બધા પક્ષોએ એકસાથે આવવુ જોઈએ.
હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડાએ કહ્યુ છે કે હરિયાણામાં ભાજપ સામે બધા પક્ષોએ એકસાથે આવવુ જોઈએ. રોહતકમાં હુડાએ કહ્યુ કે ભાજપને સત્તામાંથી બહાર રાખવી જરૂરી છે. એવામાં આ સમય કોંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, ઈન્ડિયન નેશનલ લોકદળ અને જીતીને આવેલા અપક્ષ ધારાસભ્યોએ સાથે આવવુ જોઈએ. હુડાએ કહ્યુ કે બધાએ મળીને હરિયાણાને એક મજબૂત કરીને સરકાર આપવી જોઈએ અને ભાજપને સત્તામાંથી દૂર કરવુ જોઈએ. હરિયાણા કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ હુડાએ બીજી પાર્ટીઓ અને અપક્ષોને સાથે આવવાનુ આમં6ણ આપતા કહ્યુ કે હું બધાને ભરોસો અપાવુ છુ, બધાનુ સમ્માન થશે અને પદ પણ મળશે. દીપેન્દ્ર હુડાએ પણ બધી પાર્ટીઓને કોંગ્રેસ સાથે આવવાનુ આમંત્રણ આપ્યુ છે. દીપેન્દ્રએ કહ્યુ કે હું અપક્ષો અને દુષ્યંત ચૌટાલા સાથે વાત કરીશ.

હરિયાણાની બધી 90 સીટો પર 21 ઓક્ટોબરે મત આપવામાં આવ્યા હતા. આજે મતગણતરી થઈ રહી છે જેનાથી સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. રાજ્યની 90 સીટો પર ભાજપ 37, કોંગ્રેસ 35, જેજેપી 10 અને અન્ય 8 સીટો પર આગળ છે. બહુમતના આંકડા એટલે કે 46 સીટો સુધી કોઈ પાર્ટી પહોંચી શકે તેમ લાગતુ નથી. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે અપક્ષો અને નાના પાર્ટીઓ મોટી ભૂમિકા સરકાર બનાવવામાં રહેશે. એવામાં કોંગ્રેસે બધાને પોતાની સાથે આવવા માટે આમંત્રણ આપ્યુ છે.
જિંદ જિલ્લાન ઉચાના કલાં વિધાનસભા સીટથી ધારાસભ્ય ચૂંટાઈને આવેલા જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યુ છે કે રાજ્યની સત્તાની ચાવી તેમની પાર્ટી પાસે રહેશે કારણકે કોંગ્રેસ કે ભાજપ 40 સીટો પાર કરી શકી નથી માટે તે કિંગમેકર બનશે. હરિયાણાની 90 અને મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર આજે મતગણતરી થઈ રહી છે. આ સાથે 17 રાજ્યોની 51 વિધાનસભા સીટો માટે થયેલી પેટાચૂંટણી અને બે લોકસભા સીટોના મતોની ગણતરી થઈ ગઈ છે. આ બે લોકસભા સીટોમાં બિહારની સમસ્તીપુર લોકસભા સીટ અને મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા સીટ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
