Haryana Election Result : આ કારણોએ કોંગ્રેસને હરિયાણામાં જીતેલી બાજી હરાવી? જાણો મુખ્ય વિલન કોણ?
Haryana Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી બાજી ગુમાવી દીધી છે. બીજી તરફ કોંગ્રેસના ડખ્ખાએ બીજેપીને હારેલી બાજી જીતીને આપી દીધી છે.
કોંગ્રેસની આ હાર પાછળ ઘણા કારણો આપવામાં આવી રહ્યાં છે. આજે આપણે એવા જ કેટલાક ફેક્ટર વિશે વાત કરવાના છીએ, જેને કારણે કોંગ્રેસ ઉંઘા માથે પડી.

જાટ ફેક્ટર
કોંગ્રેસની હાર પાછળ સૌથી મોટુ કારણ જાટ ફેક્ટર માનવામાં આવે છે. કોંગ્રેસે જાટ ફેક્ટર પર સૌથી ધ્યાન આપ્યુ અને તેના કારણે બીજેપીએ ચૂંટણીને જાટ વિરૂદ્ધ અન્ય કરી દીધી. જાટ વિરોધી ધ્રુવીકરણે બીજેપી માટે જીત આસાન બનાવી દીધી. કોંગ્રેસે 36 જાટ પ્રભુત્વવાળી બેઠકોમાંથી 27 પર લીડ મેળવી છે પરંતુ તેને અન્ય સીટો પર મોટુ નુકસાન થયુ.
કોંગ્રેસ અહીં ભ્રમમાં રહી ગઈ કે જાટ મતદારો કોંગ્રેસને છોડશે નહીં. પરિણામો દર્શાવે છે કે ભાજપે તેના પૂર્વ સાથી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીની સીટો પર પણ કબ્જો કરી લીધો છે.
આહિરવાલ પટ્ટામાં ભાજપની જીત
ભાજપ દક્ષિણ હરિયાણાના અહિરવાલ પ્રદેશ પર આધાર રાખે છે, જેણે તેને છેલ્લી વખત (2014 અને 2019) બે વખત સરકાર બનાવવામાં મદદ કરી હતી. 2024માં પણ આ વિસ્તાર ભાજપને વફાદાર સાબિત થયો છે.
આ વિસ્તારમાં 11 વિધાનસભા બેઠકો છે અને ભાજપે લગભગ ક્લીન સ્વીપ કરી છે. લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટીને 10 સીટો પર જ લીડ મળી હતી. અહિરવાલના નેતા રાવ ઈન્દ્રજીત સિંહે પણ પોતાને સીએમ ઉમેદવાર તરીકે રજૂ કરીને ભાજપ તરફી ધ્રુવીકરણમાં મોટુ યોગદાન આપ્યું.
શહેરી બેઠકો પર ભાજપનો દબદબો
ગુડગાંવના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ અહિરવાલ નેતા છે. આ વખતે તે છઠ્ઠી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. આ એક શહેરી વિસ્તાર છે, જેણે હંમેશા અને દરેક જગ્યાએ સામાન્ય રીતે ભાજપને મત આપ્યો છે. આ વખતે પણ શહેરી મતદારોએ ભાજપે મોટી જીત અપાવી.
પાર્ટીમાં એકતા
એક તરફ કોંગ્રેસમાં કુમારી શૈલજા અને દિપેન્દર હુડ્ડા વચ્ચે જૂથવાદ હોવાના અહેવાલો આવી રહ્યા હતા તો બીજી તરફ હરિયાણા બીજેપીએ હારેલી ચૂંટણી એકતાથી લડી. આ જ કારણ છે કે બીજેપી જીતી.












Click it and Unblock the Notifications
