Haryana Election Result : હરિયાણામાં EVM ચાર્જિંગ વિવાદ કેટલો સાચો? ઈલેક્શન કમિશને શું કહ્યું?
Haryana Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલથી વિપરીત પરિણામો આવ્યા છે અને કોંગ્રેસની હાર થઈ છે.
કોંગ્રેસની હાર સાથે સાથે કોંગ્રેસે ઈવીએમને લઈને ઘણા સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ ઈલેક્શન કમિશનના ફરિયાદની પણ વાત કરી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે જે EVM જેનું ચાર્જિંગ લેવલ 60-70 ટકાની વચ્ચે હતું તે સાચી ગણતરીમાં પરિણમ્યું તો જે વોટિંગ મશીનનું ચાર્જિંગ લેવલ 99 ટકા હતું તેની ગણતરીમાં વિકૃત પરિણામો આવ્યા છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે વિધાનસભાના પરિણામો સંપૂર્ણપણે અનપેક્ષિત છે. હિસાર, મહેન્દ્રગઢ અને પાણીપતથી સતત ફરિયાદો આવી રહી છે. તેમણે દાવો કર્યો છે કે જે ઈએમએમ મશીનોની બેટરીની ટકાવારી 99% હતી, તેમાં અમારા ઉમેદવાર હારતા જોવા મળ્યા હતા અને જે મશીનોની બેટરી 60-70% ચાર્જ થઈ હતી તેમાં અમારા ઉમેદવાર જીતતા જોવા મળ્યા.
તેમણે કહ્યું કે, આ લોકશાહીની હાર છે અને અમે આ સ્વીકારતા નથી. અમે ફરિયાદો એકઠી કરી રહ્યા છીએ. અમારા ઉમેદવારોએ ત્યાંના રિટર્નિંગ અધિકારીઓને ફરિયાદો આપી છે અને હજુ પણ આપી રહ્યા છીએ. આગામી દિવસોમાં ટૂંક સમયમાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું.
કોંગ્રેસના આક્ષેપો પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ઈવીએમની વિશ્વસનીયતા સંપૂર્ણપણે પાયાવિહોણી છે. તેની સાથે કોઈપણ રીતે ચેડાં શક્ય નથી. બેટરીને લઈને કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓ સંપૂર્ણપણે અપ્રસ્તુત છે. ઇવીએમમાં આલ્કલાઇન બેટરી હોય છે જે પોતાને ચાર્જ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
