હરિયાણા: ગેરકાયદે ખનન થતુ રોકવા ગયેલ DSPની હત્યા, ખનન માફીયાઓએ ડંપરથી કુચલ્યા
નૂહમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા મેવાતના હરિયાણાના ડીએસપી સુરેન્દ્ર સિંહને ખાણ માફિયાઓએ ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેના કારણે ડીએસપી સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. DSPનો મૃતદેહ પચગાંવની પહાડીઓમાંથી મળી આવ્યો
નૂહમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા મેવાતના હરિયાણાના ડીએસપી સુરેન્દ્ર સિંહને ખાણ માફિયાઓએ ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેના કારણે ડીએસપી સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. DSPનો મૃતદેહ પચગાંવની પહાડીઓમાંથી મળી આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી છે.

ઘટના ગુરુગ્રામને અડીને આવેલા નુહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવ ગામની છે. મંગળવારે સવારે ડીએસપી (તાવડુ) સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને પચગાંવને અડીને આવેલા અરવલ્લી ટેકરી પર ગેરકાયદેસર ખાણકામની માહિતી મળી હતી. તેઓ તેમની ટીમ સાથે મંગળવારે સવારે 11 વાગ્યે ખનન રોકવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસને ઘટનાસ્થળે જોઈને ખનન કરનારા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ ટીમને જોતા જ ડુંગર પાસે ઉભેલા ડમ્પર ચાલક અને ખાણકામમાં લાગેલા લોકો ભાગવા લાગ્યા હતા.
દરમિયાન ડીએસપી સુરેન્દ્ર સિંહ વાહન રોકવા આગળ આવ્યા ત્યારે ડમ્પર ચાલક તેમને ટક્કર મારીને નાસી ગયો હતો. ટાયર નીચે આવી જતાં ડીએસપીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ એસપી નુહ અને એસડીએમ અને તહસીલદાર તાવડુના નેતૃત્વમાં ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડીએસપી મૂળ હિસારના હતા.
આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ગામ અને અરવલી ટેકરીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નૂહના એસપી અને આઈજી સ્થળ પર હાજર છે. આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ડેપ્યુટી એસપીની હત્યા, પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
